પ્રશાંત કિશોરના સર્વેમાં PM મોદી 48% લોકોની પસંદ, 11% સાથે રાહુલ ગાંધી બીજા નંબર પર
ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC)નો સર્વે પ્રશાંત કિશોરની સંસ્થા I-PACએ 57 લાખ લોકો સાથે વાત કરી હતી. 55 દિવસ સુધી ચાલેલા સર્વમાં દેશના આશરે 712 જિલ્લાને આવરી લેવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને 48 ટકા લોકોએ પસંદ કર્યા હતા. જ્યારે 11 લોકોની પસંદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હતા. કેજરીવાલને 9.3 ટકા, અખિલેશ યાદવને 7 ટકા, મમતા બેનર્જીને 4.2 ટકા અને માયાવતીને 3.1 ટકા લોકોએ પસંદ કર્યા હતા.
નવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણીમાં એક વર્ષ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. ચૂંટણી પહેલા વિવિધ એજન્સીઓ સર્વે કરી રહી છે. જાણીતા ચૂંટણી રણનીતિકાર અને 2014માં મોદીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા પ્રશાંત કિશોરની સંસ્થા I-PAC દ્વારા પણ ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો છે.
ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટીના સર્વેમાં મોદી દેશના બાકી નેતાઓથી ઘણા આગળ છે સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, દેશના એજન્ડાને આગળ લઈ જઈ શકે તેવા ક્યા નેતા છે ? સર્વેમાં આ સવાલના પરિણામો એક તરફી હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -