અમરનાથ યાત્રા: જમીન ધસી પડતાં 5 શ્રદ્ધાળુનાં મોત, આ વર્ષે યાત્રામાં 11નાં મોત
અધિકારીએ કહ્યું કે આંધ્રપ્રદેશના અનંતપોરાના રહેવાસી રાધાકૃષ્ણ શાસ્ત્રી (65)નું પણ ગુફાની નજીક સંગમમાં હૃદય રોગના હુમલાથી મોત થયું હતું. તેમણે કહ્યું કે આગળની કાયદાકીય પ્રક્રિયાઓ માટે મૃતક શ્રદ્ધાળુઓના મૃતદેહને બાલતાલ આધાર શિબિર હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ઉત્તરાખંડના રહેવાસી પુષ્કર જોશી સોમવારના રોજ બરાડીમાર્ગ અને રેલપથરીની વચ્ચે પહાડ પરથી પથ્થરો તૂટવાના લીધે ઘાયલ થયા હતા. મંગળવાર સવારે હોસ્પિટલમાં તેમણે શ્વાસ છોડ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૃતકો અને ઘાયલોની ઓળખ હજુ થઈ નથી. તેમણે બાલતાલ બેસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાહત એજન્સીઓની સાથોસાથ પોલીસ અને અન્ય સુરક્ષા બળ કામે લાગી ગયા છે. બાલતાલ બેઝ કેમ્પના કાર પાર્કિંગ એરિયામાં પૂરનું પાણી ધસી આવ્યું હતું પરંતુ તેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. જોકે, પવિત્ર અમરનાથ ગુફા માટે જવા દરમિયાન ત્રણ શ્રદ્ધાળુઓના અલગ-અલગ કારણોસર મોત નિપજ્યા હતાં.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ચાર પુરુષ અને એક મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય ત્રણ શ્રદ્ધાળુ ઘાયલ થયા છે. તેની સાથે જ આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન મરનારની સંખ્યા 11 થઈ ગઈ છે. સોમવારથી મંગળવાર સવાર સુધીમાં અલગ-અલગ કારણોસર ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં. આ પહેલાં બીએસએફના એક અધિકારી, એક યાત્રા સ્વયંસેવી અને એક પાલકી ઉચકનારનો જીવ ગયો હતો.
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં અમરનાથ યાત્રાના રસ્તામાં જમીન ધસી પડતાં 5 શ્રદ્ધાળુનાં મોત નિપજ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રાના બાલતાલવાળા રસ્તા પર જમીન ધસી પડી છે જેમાં અન્ય 3 શ્રદ્ધાળુ ઘાયલ થયા છે. બાલતાલ રૂટ પર રેલપત્રી અને બ્રારીમાર્ગની વચ્ચે જમીન ધસી પડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -