મુંબઈ: ચેમ્બુરના એપાર્ટમેન્ટમાં ભયાનક લાગતાં 5નાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Dec 2018 08:58 AM (IST)
1
2
આ આગ ગણેશ ગાર્ડન પાસે ચેમ્બુરની સરગમ સોસાયટીના 14માં માળે સાંજે 7.51 કલાકે લાગી હતી. અધિકારીઓ તેને લેવલ-3 સ્તરની ગંભીર આગ જાહેર કરી હતી. આગ કયા કારણોસર લાગી તેનું કારણ સામે હજુ સુધી આવ્યું નથી.
3
આ આગમાં પાંચ લોકોનાં મોત નિપજ્યાં છે જેમાં ચાર સીનિયર સિટીઝન છે. ત્રણની ઓળખ થઈ છે તેમાંસુનીતા જોષી (72), બાલચંદ્ર જોષી (72) અને સુમન શ્રીનિવાસ જોષી (83)નો સમાવેશ થાય છે.
4
મુંબઈ: મુંબઈના તિલકનગર વિસ્તારમાં ગુરૂવાર રાત્રે સરગમ સોસાયટીની 16 માળની રેસિડેન્ટ બિલ્ડીંગમાં ફયાનક આગ લાગી હતી. 14માં માળે લાગેલી આગમાં ચાર વૃદ્ધો સહિત પાંચનાં મોત નિપજ્યાં હતાં. હજુ બે લોકોની હાલત ગંભીર છે. ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે આગ લાગી હતી.