500 ને 1000 રૂપિયાની રદ થયેલી જૂની નોટો બદલવા અજમાવાય છે અફલાતૂન ઉપાય, જાણીને ચકરાઈ જશે મગજ

ગુજરાતમાંથી પણ અનેક કુરીયરો આવા વિદેશ ગયા છે. અત્યાર સુધીમાં પાંચ મામલા પકડાયા છે. જેમાં ૩ કુરીયર ઓસ્ટ્રેલીયા અને 2 કુરીયર કોરીયા મોકલાતા હતા. માનવામાં આવે છે કે લોકો કમીશન પર આવી જુની નોટોને બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આવા એનઆરઆઇએ ભારત આવીને એરપોર્ટ પર બંધ નોટોની વિગત કસ્ટમને આપવી પડશે. આ બારામાં કસ્ટમ અધિકારીઓ તેમને સર્ટીફિકેટ આપશે જે નોટ બદલતી વખતે રિઝર્વ બેંકને આપવુ પડશે.
પોસ્ટ ઓફિસમાં વિદેશ મોકલાતા પાર્સલ ઉપર નજર રાખતા કસ્ટમના અધિકારીઓએ તેમાં જોયુ તો તેમાં જુની નોટો હતી. આ પ્રકારે કોરીયા અને યુએઇ મોકલાતા કુરીયરમાં પણ જુની નોટો મળી છે. આ નોટોને જપ્ત કરવામાં આવી છે. એનઆરઆઇ લોકો 30 જુન સુધી ફકત મુંબઇ, દિલ્હી, કોલકતા અને ચેન્નાઇ અને નાગપુરની આરબીઆઇમાં નોટ જમા કરાવી શકે છે.
વિભાગે આવી 1 લાખ રૂપિયાની નોટો જપ્ત કરી છે. લોકો જુની નોટોને કુરીયર થકી વિદેશ મોકલી રહ્યા છે જે પુસ્તક વગેરેના નામ પર કુરીયર થકી નોટો મોકલી રહ્યા છે. આનો હેતુ એવો હોય શકે છે કે વિદેશમાં પોતાના મિત્ર કે સગા થકી નોટો બદલાવી શકે. બે મામલામાં પંજાબથી ઓસ્ટ્રેલીયા માટે બુક કરવામાં આવેલ કુરીયરમાં એ જણાવાયુ કે આમા પુસ્તક છે.
સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં આ નોટોને બંધ કરી પરંતુ એનઆરઆઇને આ નોટો બદલવા માટે 30 જુન સુધીનો સમય આપ્યો છે. એક વરિષ્ઠ અધિકારીને જણાવ્યુ છે કે કસ્ટમ વિભાગના અધિકારીઓએ એવા કેટલાક મામલા નોંધ્યા છે કે જેમાં બંધ નોટોને કુરીયર થકી વિદેશ મોકલવામાં આવી હોય.
એવા અનેક લોકો છે જેમણે જુની નોટોને કુરીયર થકી વિદેશ મોકલી છે કે જેથી બાદમાં તેને બદલાવી શકાય. કસ્ટમ વિભાગની તપાસમાં નોટ બદલીની આ નવી રીતનો ખુલાસો થયો છે.
નવી દિલ્હી: નોટબંધી બાદ બંધ થયેલી જુની 500 અને 1000 રૂપિયાની નોટોને રિઝર્વ બેંકની શાખાઓમાં જમા કરાવવાની પ્રવાસી ભારતીયોને છુટ છે પરંતુ આ સુવિધાનો લાભ ભારતમાં રહેતા લોકો પણ ઉઠાવી રહ્યા છે.