નોટબંધીના 15 દિવસ પૂરા, આજે મધરાતથી જૂની નોટ ક્યાંય નહીં ચાલે, 2 ડિસેંબર સુધી ટોલ ટેક્ષ ફ્રી
આ જગ્યાઓ પર આજથી જૂની નોટો નહીં ચાલેઃ પેટ્રોલપંપ, સરકારી હોસ્પિટલ, રેલવે-એરપોર્ટ અને મેટ્રો ટિકિટ કાઉન્ટર, દૂધના બૂથ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, વીજળી અને પાણીના બિલ, શબદાહ ગૃહ/કબ્રસ્તાન, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન દેખાડી સરકારી અને ખાનગી ફાર્મસીમાં, એલપીજી સિલિન્ડર, રેલવે કેટરિંગ અને એસએસઆઇના સ્મારકોની ટિકિટ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિજિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા માટે સરકારે ડેબિટકાર્ડ ટ્રાન્જેક્શન ઉપર 31 ડિસેમ્બર સુધી સર્વિસચાર્જ નહીં લાગે. સ્માર્ટફોનથી ડિજિટલ પેમેન્ટ કરવા ઉપર પણ સર્વિસચાર્જ માફ કરવામાં આવ્યો છે. રૂપે કાર્ડ ઉપર પણ 31 સુધી સ્વિચિંગ ચાર્જ માફ કરવામાં આવ્યો છે. કાર નિર્માતાઓને નવી કારમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન(આએફઆઇડી) પ્રણાલી લગાવવાના નિર્દેશ. ટોલ પ્લાઝા ઉપર ડિજિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન મળશે. ફીચર ફોન માટે યુએસએસડી ચાર્જ દોઢ રૂપિયાથી ઘટાડી 50 પૈસા કરાયું.
8 નવેમ્બરે નોટબંધીનો નિર્ણય કરાયા બાદ જરૂરી સેવાઓમાં 24 નવેમ્બર સુધી આ જૂની નોટોનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી હતી. દેશભરના દરેક નેશનલ હાઇવે ઉપર 2 ડિસેંબર સુધી ટોલ ટેક્ષ ફ્રી કરવામાં આવ્યો છે. છૂટાની મારામારીને લીધે 15 દિવસથી દરેક નેશનલ હાઇવે ટોલ ફ્રી જાહેર કરાયાં હતાં. જોકે હજુ ખેડૂતો 500 રૂપિયાની જૂની નોટોથી સરકારી કેન્દ્રો પરથી બિયારણ ખરીદી શકશે. દેશભરમાં દરેક એરપોર્ટની પાર્કિંગ પણ 28 નવેમ્બર સુધી ફ્રી રહેશે.
નવી દિલ્હીઃ આજે મધરાતથી પેટ્રોલપંપ, હોસ્પિટલ અને રેલવે સ્ટેશન ઉપર પણ 1000 અને 500ની જૂની નોટ નહીં ચાલે. સરકારની જાહેરાત અનુસાર આજે મધરાતથી કોઈપણ લેવડ દેવડમાં આ જૂની નોટનો ઉપયોગ કરી શકાશે નહીં. જોકે તમે તમારી પાસે પડેલી જૂની નોટને તમારા બેંક ખાતામાં જમા અથવા બદલાવી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -