પેટ્રોલ પંપ-એર ટિકીટ પર 500ની જૂની નોટ વાપરવાનો આજે છેલ્લો દિવસ, જાણો15 ડિસે. સુધી ક્યાં સ્વીકારાશે
નાણા મંત્રાલયનું માનવું છે કે ઘણી જગ્યાઓ પર પેટ્રોલપંપ પર કમિશન લઈને નોટ બદલવી આપવામાં આવે છે. કેમકે પેટ્રોલ પંપે ઓઈલ કંપનીઓને પૈસા ચેકથી આપવાના હોય છે. એવામાં જ્યારે પેટ્રોલ પંપ પર જૂની 500ની નોટ આવે તેને બેંકમાં આપવાની હોય છે અને નવી નોટો કમિશન લઈને બદલાવી આપે છે. ઘણી જગ્યાએ પેટ્રોલપંપ વાળા 30-35 ટકા કમિશન લઈ રહે છે.
ઉલ્લેખનીય છે કે જૂની 500ની નોટો 31 ડિસેમ્બર સુધી રિઝર્વ બેંકની શાખાઓમાં બદલાવી શકાય છે.
રેલવે ટિકીટ કાઉંટર, રોડવેઝ બસ, સહકારી સ્ટોર, મિલ્ક બૂથ, એલપીજી ગેસ સિલેંડર અને સ્મશાન ઘાટ પર પણ 500ની જૂની નોટ 15 ડિસેમ્બર સુધી ચાલી શકશે. તેમજ નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર આજે મધરાતથી ટોલ લાગવાનું શરૂ થઈ જશે. જો કે ટોલ પ્લાઝા પર તમે ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પૈસા ચૂકવી શકો છે.
જો કે 500ની જૂની નોટ સરકારી હોસ્પિટલ અને દવાની દુકાન પર 15 ડિસેમ્બર સુધી ચાલશે.
પેટ્રોલ પંપ અને એર ટિકીટમાં કાળા નાણા વાપરવાની ખબરો પછી સરકારે આ નિર્ણય લીધો છે. પહેલા છૂટ 15 ડિસેમ્બર સુધી આપવામાં આવી હતી.
નવી દિલ્લી: નોટબંધીનો આજે 24મો દિવસ છે. આજે પેટ્રોલ પંપ અને એર ટિકીટ માટે 500ની જૂની નોટ વાપરવાનો છેલ્લો દિવસ છે.