15 ડિસેમ્બર સુધી ચાલશે 500ની જૂની નોટ, જાણો કઈ-કઈ જગ્યાએ સ્વીકારાશે
15 ડિસેમ્બર સુધી પબ્લિક યુટીલિટી બિલો પર પેમેંટ માટે 500ની નોટનો ઉપયોગ કરી શકાશે. જેમાં વીજળી અને પાણીનું બિલ શામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રીપેડ મોબાઈલ ટોપ-એપ માટે પણ 500ની જૂની નોટનો ઉપયોગ કરી શકાય છે.
આ ઉપરાંત શાળાની ફી માટે પણ 500ની જૂની નોટોનો ઉપયોગ કરી શકાશે. 2000 સુધીની ફી 500ની જૂની નોટોથી ભરી શકાશે.
500ની જૂની નોટ 15 ડિસેમ્બર સુધી હોસ્પિટલમાં માન્ય રાખવામાં આવશે. કોઈ પણ હોસ્પિટલ 15 ડિસેમ્બર સુધી આ નોટ લેવાની ના ન પાડી શકે.
હોસ્પિટલની બહાર આવેલી પ્રાઈવેટ દવાની દુકાનો પર પણ જૂની 500ની નોટનો ઉપયોગ કરી શકાશે.
500ની જૂની નોટ 15 ડિસેમ્બર સુધી 15 ડિસેમ્બર સુધી પેટ્રોલ પંપ પર વાપરી શકાય છે.
જો કે હવેથી 1000ની જૂની નોટનો સ્વીકાર નહિ કરવામાં આવશે.
નવી દિલ્લી: નાણામંત્રાલયે નોટો બદલવા અંગે કેટલીક નવી જાહેરેતો કરી છે. સરકારે નક્કી કર્યુ છે કે આજથી 500-1000ની નોટો બેંકમાં નહિ બદલવામાં આવે. ગુરૂવારે મધરાતથી આ જુની નોટો વાપરવાની સમય મર્યાદા પૂરી થઈ રહી હતી ત્યાં જ 500ની નોટો કેટલીક જગ્યાઓએ ચાલી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -