પ્રપોઝ કરી મહિલાઓને ફસાવતો હતો આધેડ, મોડસ ઑપરેન્ડી જાણી ચોંકી જશો
મુરુગન બૂર્મા કોલોનીમાં રહે છે અને હોસૂરની રહેવાસી મહિલાની ફરિયાદ પર તેની ધરપકડ કરવામાં આવી છે. તે મહિલાઓને ઝાળમાં ફસાવી તેમની પાસેથી ચેન લઈ લેતો હતો. મુરુગન તમિલ અખબારમાં વર્ષ 2008થી લગ્નની નકલી જાહેરાત આપતો હતો. તે છૂટાછેડા હોવાનો દાવો કરતો અને પુનઃ લગ્ન કરવા માંગે છે તેમ જણાવતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક તપાસ અધિકારીએ જણાવ્યું કે, મુરુગન આ મહિલાઓને જ્યાં સીસીટીવી ન હોય તેવી જગ્યાએ જ મળતો હતો. મુરુગન પર વિશ્વાસ કર્યા બાદ જ્યારે મહિલા તેને સોનાના ઘરેણા આપી દેતી તે પછી ફોન બંધ કરીને સિમકાર્ડ કાઢીને ફેંકી દેતો હતો. તે એક ફોનમાં અનેક સિમકાર્ડનો ઉપયોગ કરતો હતો. તેની પાસેથી 50 સિમકાર્ડ પણ મળી આવ્યા છે. મુરુગનનો ભોગ બનેલી મોટા ભાગની મહિલાઓ છૂટાછેડા લીધેલી હતી. 10મું ડ્રોપઆઉટ મુરુગન પરણિત છે અને બે બાળકોને પિતા પણ છે.
વિજ્ઞાપનમાં એવો દાવો કરતો કે તેનો બિઝનેસ છે અને મહિને 50 હજારની આવક છે. તેણે છૂટાછેડા લીધા છે અને પુનઃલગ્ન માટે જ્ઞાતિનું કોઈ બંધન નથી. પોલીસના કહેવા મુજબ અનેક મહિલાઓ મુરુગનની વિજ્ઞાપન જોઈ તેનો સંપર્ક કરતી હતી અને લગ્નની ઈચ્છા વ્યક્ત કરતી હતી. જે બાદ મુરુગન ગમે તેમ કરીને આ મહિલાઓનો વિશ્વાસ જીતતો હતી.
ચેન્નઈઃ તમિલનાડુ પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જે લગ્નની જાહેરાત આપીને 30 મહિલાઓને છેતરી સોનાની લૂંટ કરી ચુક્યો છે.પોલીસે જણાવ્યું કે 59 વર્ષીય આરોપી એમ મુરુગન છેલ્લા એક દાયકાથી આ રીતે મહિલાઓને ચુનો લગાવતો હતો. તેની પાસેથી સોનું ઉપરાંત 30 હજાર રૂપિયા મળ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -