✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લખનઉ-આગરા એક્સપ્રેસ વે પર રૉડવેઝની બસે ટૂરમાં જતાં વિદ્યાર્થીઓને અડફેટે લીધા, 7ના મોત 3 ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jun 2018 10:03 AM (IST)
લખનઉ-આગરા એક્સપ્રેસ વે પર રૉડવેઝની બસે ટૂરમાં જતાં વિદ્યાર્થીઓને અડફેટે લીધા, 7ના મોત 3 ઘાયલ
1

2

બાદમાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિને સંભાળી લીધી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. દૂર્ઘટના બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો છે જેની શોધખોળ ચાલું છે. ઉલ્લેખનીય છે કે, 302 કિલોમીટર લાંબા લખનઉ-આગરા એક્સપ્રેસવે 6 લેન વાળો છે. આ એક્સપ્રેસવેનો બનાવવામાં તેર હજાર બસ્સો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

3

ખરેખર, તાલગ્રામ વિસ્તારમાં બસનું ડિઝલ પુરી થઇ ગયું અને બીજી બસમાંથી થોડુ ડિઝલ કાઢવામાં આવી રહ્યું હતું, જેથી બસ પેટ્રૉલ પંપ સુધી પહોંચી શકે, ડિઝલ કાઢવાના સમયે વિદ્યાર્થીઓ એક્સપ્રેસવે પર ઉભા હતા, ત્યારે લખનઉથી આગરા જઇ રહેલી રૉડવેઝ બસે આ વિદ્યાર્થીઓને એડફેટે લીધા અને કચડીને નીકળી ગઇ હતી.

4

માહિતી પ્રમાણે, એક કાબુ ગુમાવેલી દીધેલી બસે 9 લોકોને કચડી નાંખ્યા હતા, જેમાં 7 લોકોના મોત થયા હતા, આ બધા સંતકબીર નગરના પ્રભાદેવી કૉલેજના વિદ્યાર્થીઓ હતા, જે હરિદ્વાર ટૂર પર જઇ રહ્યાં હતા. દૂર્ઘટનાની માહિતી મૃતકોના પરિવારજનોને આપી દેવામાં આવી છે.

5

નવી દિલ્હીઃ લખનઉ-આગરા એક્સપ્રેસવે પર મોટી રોડ દૂર્ઘટના ઘટી છે, જેમાં લગભગ 7 લોકોના મોત થયાના સમાચાર છે. એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત થયો છે જેમાં 7 લોકોના મોત અને બે ગંભીર રીતે ઘાયલ થયા થયા છે, જેઓને સારવાર માટે મેડિકલ કૉલેજમાં એડમીટ કરવામાં આવ્યા છે. દૂર્ઘટનામાં 6 બીટીસીના વિદ્યાર્થીઓ અને એક ટીચરનું મોત થયું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • લખનઉ-આગરા એક્સપ્રેસ વે પર રૉડવેઝની બસે ટૂરમાં જતાં વિદ્યાર્થીઓને અડફેટે લીધા, 7ના મોત 3 ઘાયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.