આજે PM મોદી લોન્ચ કરશે આયુષ્માન ભારત, જાણો કેવી રીતે મળશે લાભ
આ સ્કીમ અંતર્ગત કોરોનરી બાઈપીસ, ની રિપ્લેસમેન્ટ અને સ્ટેટિંગ સહિત અનેક ઓપરેશન અને બીમારીઓ સામેલ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આ બધી વસ્તુ 15થી 20 ટકા સુધી સસ્તી મળશે. (તમામ તસવીરો પ્રતિકાત્મક)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રક્રિયા અંતર્ગત સોશિયો-ઇકોનોમિક કાસ્ટ સેન્સેસ (SECC)ના આધારે 80 ટકા લાભાર્થિઓની ઓળખ કરવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત સ્વાસ્થ્ય મંત્રાલયે 1354થી વધારે હેલ્થ પેકેજ સામેલ કર્યા છે.
અધિકારીઓ અનુસાર ઓછામાં ઓછા 22 રાજ્યોએ આ સ્કીમને ટ્રસ્ટ મોડલ અંતર્ગત ચલાવવાની હા પાડી છે. કેન્દ્ર સરકારે આ સ્કીમ માટે 10 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે.
એસઈસીસીના હાલના ડેટા અનુસાર આ સ્કીમથી 50 કરોડથી વધારે લોકોને લાભ મળશે. જોકે. હાલમાં પંજાબ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી આ સ્કીમમાં સામેલ નથી થયા. જ્યારે ઓડિશાએ આ સ્કીમનો હિસ્સો બનવાની ના પાડી દીધી છે.
આ સ્કીનો લાભ 10 કરોડથી વધારે ગરીબ પરિવારોને મળશે. આ યોજનાનો ઉદ્દેશ શહેરી વિસ્તારમાં 2.33 કરોડથી વધારે પરિવારોને સસ્સી સ્વાસ્થ્ય સેવા આપવાનો છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં આ અંતર્ગત 8.03 કરોડ પરિવારોને સામેલ કરવાનો ટાર્ગેટ છે.
જે લોકોને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે એ પરિવારોને સરકારી અને અધિકૃત ખાનગી હોસ્પિટલમાં સારવારની સુવિધા મળશે. આ યોજનાનો ઉદ્દેશ હેલ્થકેર પર થનારા ખર્ચને ઘટાડવાનો છે.
પ્રધાનમંત્રી મોદીની મહત્વકાંક્ષી યોજના નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ એટલે કે આયુષ્માન ભારતને મોદી કેર પણ કહેવામાં આવે છે. તે અંતર્ગત દરેક પરિવારને 5 લાખ રૂપિયા સુધી હેલ્થ ઇન્શ્યોરન્સ મળશે. આ યોજના અંતર્ગત ક્યા પરિવારનો લાભ મળશે, એ દરેક પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 72માં સ્વતંત્રતા દિવસના અવસર પર આયુષ્માન ભારત સ્કીમને કેટલાક રાજ્યમાં લોન્ચ કરશે. એવું કહેવાય છે છે કે, આજે (15 ઓગસ્ટના) રોજ આ સ્કીમ 12થી 15 રાજ્યો માટે શરૂ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -