સરકારી કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર રૂપિયા 21,000 થઈ જશે, જાણો ક્યારથી થશે અમલ
ઉલ્લેખનીય છે કે નાણાં મંત્રાલયે સાતમા પગાર પંચને લાગુ કરતાં કેન્દ્રીય કર્મચારીઓને લઘુત્તમ વેતન ૧૮૦૦૦ માસિક અને ઉચ્ચતમ સ્તર પર ૨.૫ લાખ રૂપિયા કરવાનો નિર્ણય લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે કર્મચારી લઘુતમ વેતન 25 હજાર રૂપિયા કરવાની માગ કરી રહ્યા છે. કેન્દ્રિય મંત્રિમંડળે 28 જૂનના રોજ 34 બદલાવોની સાથે 7માં પગાર પંચની ભલામણોને મંજૂરી આપી હતી. મીડિયા અહેવાલ અનુસાર સરકાર દ્વારા લઘુત્તમ વેતમાં કરવામાં આવનારા વધારાનો અમલ ઓક્ટોબરથી થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નાણાં મંત્રાલય કેન્દ્રીય કર્મચારીઓ માટે મિનિમમ સેલરી ૧૮૦૦૦ના બદલે ૨૧૦૦૦ કરવા પર વિચાર કરી રહ્યું છે. આ પહેલા કેન્દ્ર સરકારે ૭મા પગાર પંચની ભલામણો પર મોહર લગાવીને મિનિમમ વેતન ૧૮૦૦૦ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. નાણાં મંત્રાલયે ૨.૫૭ ગણા ફિટમેન્ટ ફોર્મ્યુલાને લાગુ કરવાના પ્રસ્તાવને પાસ કર્યો હતો, અને હવે મંત્રાલય તેને ત્રણ ગણો કરવાની તૈયારીમાં છે.
નવી દિલ્હીઃ સતમા પગાર પંચની ભલામણો લાગૂ થવાની સાથે જ કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનોએ લઘુતમ પગાર અને ફિટમેન્ટ ફોર્મ્યૂલા પર નારાજગી વ્યક્ત કરી હતી અને અનિશ્ચીત હડતાળ પર જવાની ધમકી આપી હતી. બાદમાં સરકારે કર્મચારી નેતાઓ સાથે વાતચીત કરી ચાર મહિનાનો સમય માગ્યો હતો અને ફરીથી આ મામલે બન્ને પક્ષા વાતચીત શરૂ થઈ.
રિપોર્ટ્સ પ્રમાણે, નાણાં મંત્રી અરૂણ જેટલીએ કેન્દ્રીય કર્મચારીઓને લઘુત્તમ વેતન ૧૮૦૦૦થી વધારવાનું વચન આપ્યું છે. સરકારનું માનવું છે કે વેતનમાં અસમાનતાથી મહદ્દઅંશે રાહત મળશે અને નીચલા સ્તરના કર્મચારીઓને મદદ મળશે. ગરીબી દૂર કરવામાં પણ આ નિર્ણય નિર્ણાયક સાબિત થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -