ટ્રાયલના બહાને માંગી હાર્લી ડેવિડસન, બાદમાં યુવક લઇને થઇ ગયો ફરાર, જાણો શું થયું પછી...
બાદમાં, 15 જૂને સવારે 11.30 કલાકે સાઇબર હબમાં મળવાની વાત નક્કી થઇ. બન્ને અહીં પહોંચ્યા અને ફોનથી કૉન્ટેક્ટ કરીને મીટિંગ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકલાકો સુધી ટ્રાયલ લેવા ગયેલો યુવક પાછો ના આવ્યો ત્યારે બાઇક માલિકે પોલીસ ફરિયાદ કરી દીધી હતી. ત્યારબાદ પોલીસે મામલાની તપાસ કરવાનું શરૂ કરી દીધુ હતું.
પોલીસને આપેલી માહિતી અનુસાર, પાલમ વિહાર નિવાસી અજયે જણાવ્યું કે, તેને પોતાની હાર્લી ડેવિડસન બાઇક વેચવા માટે ઓએલએક્સ પર એડ નાંખી હતી. 13 જૂને રાહુલ નગર નામના યુવાને તેનો સંપર્ક કર્યો. ત્યારબાદ બન્ને વચ્ચે બાઇકને લઇને સોશ્યલ મીડિયા પર ચેટિંગ થવા લાગી.
બાદમાં બન્ને વચ્ચે 7 લાખ રૂપિયાનો બાઇકનો સોદો નક્કી થયો. આરોપ છે કે અહીં 7 હજાર રૂપિયા બુકિંગ માટે આપ્યા પછી તેની પાસે ટેસ્ટ ડ્રાઇવ-ટ્રાયલ લેવાનું કહ્યું, સવા 6 વાગે તે બાઇક લઇને ગયો પછી પાછો આવ્યો જ નહીં. જેથી બાઇક માલિકે તેની વિરુદ્ધ ફરિયાદ કરી દીધી હતી.
આ દરમિયાન યુવક વારંવાર બાઇક વિશે પુછતો રહ્યો, તેને જણાવ્યું કે તે આગરાનો રહેવાસી છે અવે વિદેશોમં માર્બલ સપ્લાયનો બિઝનેસ કરે છે. ત્યારબાદ બન્ને અહીંથી ચાલ્યા ગયા. બપોરે ફોન કર્યો અને 5.30 વાગે સેક્ટર -34માં હાર્લી ડેવિડસનના શૉરૂમ પર બોલાવ્યો. અજય બાઇક લઇને ત્યાં પહોંચ્યો તો મિકેનિક પાસે તેની બાઇક ચેક કરાવી.
નવી દિલ્હીઃ ગુડગાંવમાં ઓનલાઇન બાઇક સેલિંગ દરમિયાન એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન સેલ-પરચેસ વેબસાઇટ ઓએલએક્સ પર હાર્લી ડેવિડસનની એડ જોઇને એક યુવક બાઇક ખરીદવા સાઇબર હબમાં આવ્યો અને ટ્રાયલના બહાને તે બાઇક લઇને ફરાર થઇ ગયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -