વાવાઝોડાના કારણે ઝાડ પડતાં ભાજપના કયા મહિલા સાંસદ માંડ-માંડ બચી ગયા, જાણો વિગત
જોકે ત્યાર બાદ સુરક્ષાકર્મીઓ, પોલીસમકર્મીઓ અને ભાજપના કાર્યકર્તાઓએ મળીને રસ્તા પરનું આ ઝાડ હટાવ્યું હતું. સાંસદ હેમા માલિનીએ લગભગ અડધો કલાક રોડ પર જ રોકાવવું પડ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતોફાનના કારણે રસ્તામાં ઝાડ પડી ગયું હતું જેના કારણે હેમા માલિનીની કાર ઝાડ સાથે ટકરાઈ હતી. જોકે હેમા માલિનીને કોઈ ઈજા થઈ નથી. ઝાડ પડવાથી રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
હેમા માલિની ઉત્તર પ્રદેશના માંટ તાલુકાના મિટઠૌલી ગામમાં જનસભાને સંબોધિત કરવાના હતાં. તેઓ ભાજપ સરકારની ચોથી વર્ષગાંઠ પહેલા અહીંના લોકોને મોદી સરકારના ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ના નારાનો સંદેશ આપવા ગયાં હતાં. તેઓ જનસભાને સંબોધિત કરી રહ્યાં હતાં, તે દરમિયાન જ ભારે પવનો ફૂંકાવવા લાગ્યાં.
ડ્રાઈવરે સમયસૂચકતાથી ઝાડ ગાડી સાથે ટકરાય તે પહેલાં જ ડ્રાઈવરે બ્રેક મારી દીધી હતી. જેના કારણે હેમા માલિની માંડ-માંડ બચ્યાં હતાં. સુરક્ષાકર્મીઓ અને કાર્યકર્તાઓ દ્રારા રસ્તા પરથી ઝાડ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દિલ્હી: સમગ્ર ઉત્તર ભારતમાં તોફાનનો કબ્જો છે, જેમાં કેટલાક લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યારે ભાજપ સાંસદ હેમા માલિની પણ માંડ-માંડ બચ્યાં હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે અભિનેત્રી હેમા માલિની એક ગામમાં સભા સંબોધિતને પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન તેમના કાફલા સામે એકાએક ઝાડ ધરાશાયી થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -