ગુરુગ્રામઃ પત્ની ચા બનાવવા રસોડામાં ગઇ ને ગેસ પાછળથી નીકળ્યો 5 ફૂટ લાંબો અજગર, જાણો પછી શું થયું

તે પછી સોસાયટીના પ્રમુખ અનિલ ગંડાસ પણ આવી પહોંચ્યા હતા. વાઇલ્ડ લાઇફ ટીમે આ અજગરને સફળતા પૂર્વક રેસ્કયૂ કરી લીધો હતો. આ ઇન્ડિયન રૉક પાયથન હતો, જે પાંચ ફૂટ લાંબો અને 4 કીલો વજન વાળો હતો.
માહિતી અનુસાર, ગુરુગ્રામમાં આવેલી શીતલા એન્કલેવના ફેઝ-3માં રહેતા સતીશ કુમાર ગૌતમે જણાવ્યું કે, તેની પત્ની સવારે ચા બનાવવા રસોડામાં ગઇ હતી. જ્યારે તેને ચા બનાવવા માટે લાઇટર લીધુ અને ગેસ ચાલું કરવાની કોશિશ કરી ત્યારે અચનાક નીચેથી અવાજ આવવા લાગ્યો. તેને જોયું તો નીચે પાંચ ફૂટ લાંબો અજગર ઘૂસી ગયેલો હતો.
ત્યારે ગભરાઇ ગયેલી ગૃહિણીએ તેના પતિને જાણ કરી અને 10 મિનીટ સુધી તો તે અજગરને જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. બાદમાં તેના પતી સતીશે એન્વાયરમેન્ટ એન્ડ વાઇલ્ડ લાઇફ સોસાયટીની હેલ્પલાઇન પર કૉલ કરીને જાણ કરી હતી.
નવી દિલ્હીઃ હરિયાણામાં બુધવારે પાંચ ફૂટ લાંબો અજગર મળી આવતા હડકંપ મચી ગયો હતો. ઘટના ગુરુગ્રામમાં આવેલા શીતલા એન્કલેવની છે જ્યા એક ઘરમાં રસોડામાં અજગર ઘૂસી ગયો હતો, જેને જોઇને ગૃહિણી ગભરાઇ ગઇ હતી. જોકે, બાદમાં અજગરને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યો હતો.