✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

15મી સપ્ટેમ્બરથી Aadhaarના વેરિફિકેશન માટે જરૂરી બનશે ચહેરાની ઓળખ, જાણો શું છે નવું ફીચર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Aug 2018 12:53 PM (IST)
1

ખૂબ જ સરળ ભાષામાં કહેવામાં આવે તો ફેસ ઓથેન્ટિકેશન વખતે યુઝરનો એક ફોટો ક્લિક કરવામાં આવશે જેને આધારને ડેટાબેઝ સાથે સરખાવવામાં આવશે. આધાર કાર્ડ કઢાવતી વખતે દરેક લોકોની તસવીર ક્લિક કરવામાં આવે છે. આ તસવીર આધાર ડેટાબેઝમાં સેવ રહે છે. હવે આ તસવીરનો ઉપયોગ સીમ કાર્ડની ખરીદી વખતે ઇકેવાયસી પ્રોસેસ માટે ઉપયોગ કરવામાં આવશે. આ તસવીરને ક્લિક કરવામાં આવેલી તસવીર સાથે સરખાવવામાં આવશે.

2

યુઆઈડીએઆઈના સરક્યુલર પ્રમાણે આગામી 15મી સપ્ટેમ્બરથી ટેલિફોન સેવા આપતી કંપનીઓએ મહિનાના ઓછામાં ઓછા 10 ટકા વેરિફિકેશન ચહેરાની ઓળખથી કરવા ફરજિયાત રહેશે. આમ નહીં કરવા પર દંડ અને સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. પુરાવા તરીકે આધારનો ઉપયોગ કરીને સીમકાર્ડની ખરીદી કરવાના કેસમાં જ આ નિયમ લાગુ પડશે. અન્ય ઓળપત્રથી સીમકાર્ડની ખરીદી કરવાના કેસમાં આ નિયમ લાગુ નહીં પડે. નોંધનીય છે કે યુઆઈડીએઆઈએ જુલાઈ મહિનાથી જ ફેસ ઓથેન્ટિકેશને લાગુ કરવાની યોજના બનાવી હતી.

3

નવા સિક્યુરીટી ફીચરમાં ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન(આંખોનું સ્કેનિંગ) અને ચહેરાની ઓળખનું વધારાનું ફિચર હશે. યુઆઈડીએઆઈનું કહેવું છે કે, આમ કરવાથી વધારે સુરક્ષા મળશે. યુઆઈડીએઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડેનું કહેવું છે કે, એવા અનેક કેસ સામે આવ્યા છે જ્યાં કોઈ વૃદ્ધ વ્યક્તિની ઉંમરને કારણે તેમના ફિંગરપ્રિન્ટ જતા રહ્યા હોય અને તેઓ આધાર ઓથેન્ટિકેશન માટે નિષ્ફળ રહ્યા હોય. નવું ફિચર આવી મુશ્કેલીઓને દૂર કરશે.

4

નવી દિલ્હીઃ UIDAIએ આધારના કોઈપણ પ્રકારના ઉપયોગ માટે ચેહરાની ઓળક (ફેસ રિકગ્નિશન)ને ફરજિયાત કરવામાં આવ્યું છે. એવામાં હવે મોબાઈલ સિમ લેવા, બેંકોમાં જ્યાં જ્યાં આધારનું વેરિફિકેશનની જરૂરત હોય ચે ત્યાં ચેહરાની ઓળખ પણ જરૂરી હશે. હાલમાં આ વેરિફિકેસન માત્ર આંગળની છાપ અને આંખની કીકી (આઈરિસ) દ્વારા કરવામાં આવે છે, હવે તેના માટે લાઈવ ફોટો દ્વારા ચેહરાની ઓળખ કરાવવી પડશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 15મી સપ્ટેમ્બરથી Aadhaarના વેરિફિકેશન માટે જરૂરી બનશે ચહેરાની ઓળખ, જાણો શું છે નવું ફીચર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.