સામાજિક યોજનાઓ માટે આધાર ફરજિયાત ન કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ

ઉપરાંત શિષ્યવૃત્તિ અને પછાત વર્ગ અને દિવ્યાંગોની અન્ય યોજનાઓ માટે પણ આધાર ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. સબસિડીવાળા રાંધણગેસ અને રાશનના અનાજ માટે આધાર ફરજિયાત છે.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, અગાઉ આધાર કાર્ડ અંગે તેણે જે નિર્દેશ આપ્યા હતા, તેનો કેન્દ્ર સરકાર દ્વારા ભંગ કરવામાં નથી આવ્યો. હાલમાં જ કેન્દ્ર સરકારે સ્કૂલના વિદ્યાર્થીઓને ફ્રીમાં મેડ-ડે મીલ સહિત અંદાજે 3 ડઝન સરકારી યોજનાઓ માટે આધાર ફરજિયાત કર્યું હતું.
આથી બેન્ચ દ્વારા આગામી સુનાવણી અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી ન હતી. પરંતુ, ત્યાં સુધી આધારના અભાવે કોઈપણ નાગરિકને સામાજિક યોજનાઓના લાભથી વંચિત રાખવામાં ન આવે. સુપ્રીમ કોર્ટની બેન્ચે ઉમેર્યું હતું કે, બેન્કનું ખાતું ખોલવા જેવી અન્ય સેવાઓ માટે આધારનો ઉપયોગ ન કરવા માટે કેન્દ્રને નિર્દેશ ન આપી શકાય.
સુપ્રીમ કોર્ટે સોમવારે વધુ એક વખત સ્પષ્ટ કર્યું કે, સામાજિક યોજનાઓના લાભો માટે આધારને અનિવાર્ય ન કરી શકાય. બેન્ચના કહેવા પ્રમાણે, આધારને પડકારતી તમામ અરજીઓની સુનાવણી સાત જ્જોની બેન્ચ દ્વારા હાથ ધરવામા આવશે. પરંતુ હાલ તાત્કાલીક આ બેન્ચનું ગઠન કરવું શક્ય નથી.
નવી દિલ્હીઃ એક બાજુ કેન્દ્ર સરકારે હાલમાં જ કહ્યું હતું કે, તેની 36 યોજનાઓનો લાભ લેવા માટે આધાર ફરજિયાત હશે, ત્યારે સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ જણાવ્યું છે કે, સરકારની સામાજિક યોજનાઓ માટે આધારને ફરજિયાત ન કરી શકાય. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઇનકમ ટેક્સ રિટર્ન ભરવા અથવા બેંકમાં ખાતું ખોલાવવા માટે સરકાર દ્વારા આધાર ફરજિયાત કરવાથી તે રોકી ન શકે.