આધાર કાર્ડ ફરજિયાત નથી, સરકારે કરી સ્પષ્ટતા
ઉપરાંત શિષ્યવૃત્તિ અને પછાત વર્ગ અને દિવ્યાંગોની અન્ય યોજનાઓ માટે પણ આધાર ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. સબસિડીવાળા રાંધણગેસ અને રાશનના અનાજ માટે આધાર ફરજિયાત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, અગાઉ આધાર કાર્ડ અંગે તેણે જે નિર્દેશ આપ્યા હતા, તેનો કેન્દ્ર સરકાર દ્વારા ભંગ કરવામાં નથી આવ્યો. હાલમાં જ કેન્દ્ર સરકારે સ્કૂલના વિદ્યાર્થીઓને ફ્રીમાં મેડ-ડે મીલ સહિત અંદાજે 3 ડઝન સરકારી યોજનાઓ માટે આધાર ફરજિયાત કર્યું હતું.
આથી બેન્ચ દ્વારા આગામી સુનાવણી અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી ન હતી. પરંતુ, ત્યાં સુધી આધારના અભાવે કોઈપણ નાગરિકને સામાજિક યોજનાઓના લાભથી વંચિત રાખવામાં ન આવે. સુપ્રીમ કોર્ટની બેન્ચે ઉમેર્યું હતું કે, બેન્કનું ખાતું ખોલવા જેવી અન્ય સેવાઓ માટે આધારનો ઉપયોગ ન કરવા માટે કેન્દ્રને નિર્દેશ ન આપી શકાય.
હાલમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, સામાજિક યોજનાઓના લાભો માટે આધારને અનિવાર્ય ન કરી શકાય. બેન્ચના કહેવા પ્રમાણે, આધારને પડકારતી તમામ અરજીઓની સુનાવણી સાત જ્જોની બેન્ચ દ્વારા હાથ ધરવામા આવશે. પરંતુ હાલ તાત્કાલીક આ બેન્ચનું ગઠન કરવું શક્ય નથી.
જો કોઈ વ્યક્તિની પાસે આધાર નથી તો એવી સ્થિતિમાં રાશનકાર્ડથી લઈને ડ્રાઈવિંગ લાયન્સ સુધી અન્ય ઓળખપત્રનો ઉપયોગ કરી શકાય છે. તેમણે કહ્યું કે, આધાર કાર્ડની જોગવાઈમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, જો કોઈ યોગ્ય વ્યક્તિની પાસે આધાર કાર્ડ નથી તો પણ તેને લાભથી વંચિત ન રાખી શકાય.
નવી દિલ્હીઃ સરકારે કહ્યું કે, આધાર કાર્ડ ઉપરાંત અન્ય ઓળખપત્ર પણ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે ઉપયોગ કરી શકાય છે. કાયદા પ્રધાને કહ્યું કે, એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે, સુપ્રીમ કોર્ટે ખુદ જ આધારના ઉપયોગ દ્વારા ગરોબીને લાભો પહોંચાડવાની મંજૂરી આપી છે. હું સ્પષ્ટતા કરવા માગું છું કે, આધાર કલ્યાણકારી લાભ માટે ફરજિયાત નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -