સબસિડી મેળવવા માટે આધાર જરૂરી નથી, જાણો કોણે કર્યો આ ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Dec 2016 08:36 AM (IST)
1
નવી દિલ્હી: કોઈપણ સરકારી સુવિધાઓ અને સબસિડીનો લાભ લેવા માટે આધારકાર્ડ જરૂરી નથી. સુપ્રીમકોર્ટના આદેશનું સરકાર સંપૂર્ણ રીતે પાલન કરી રહી છે. રાજ્યકક્ષાના માહિતી અને પ્રસારણ પ્રધાન પી.પી. ચૌધરીએ બુધવારે લોકસભામાં માહિતી આપી છે.
2
તેમણે જણાવ્યું કે કાયદેસરના અન્ય ઓળખપત્રો પર પણ લોકો સરકારની બધી સુવિધાઓનો લાભ લઇ શકે છે. તેમણે જણાવ્યું કે આધાર એક્ટની કલમ-7 હેઠળ પણ જોગવાઇ છે. 2015ની 11મી ઓગસ્ટે જારી કરવામાં આવેલા એક આદેશમાં સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે કોઇ પણ સબસિડી કે સરકારી સેવા મેળવવા માટે આધાર કાર્ડ અનિવાર્ય કરી શકાય નહીં.
3
ચૌધરીએ એવું પણ જણાવ્યું કે 2015ની 15મી ઓક્ટોબરે જારી કરાયેલા આદેશમાં પણ સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે આધાર સેવા સંપૂર્ણપણે ઐચ્છિક છે.