✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સરકારી કર્મચારીઓની દિવાળી બગાડશે આ ફતવો, પાલન નહીં કરાય તો નહીં મળે પગાર, જાણો શું છે પરિપત્ર ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Oct 2016 02:03 PM (IST)
1

પરિપત્રમાં જણાવાયું છે કે નિર્ધારીત સમયમાં આધાર કાર્ડના બેંક ખાતા સાથે લિંક અપની કાર્યવાહી પુરી ન કરનારી કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓના પગાર બીલો મંજૂર નહીં થાય. નિવૃતિ,બરતરફી વગેરે કારણોસર ચૂકવણુ ન કરવા અંગે નિયત પ્રમાણપત્ર સમય મર્યાદામાં કાર્યાલયની ચેક શાખામાં રજુ કરવાનું રહેશે.

2

રાજ્ય સરકારના આ પરિપત્રમાં ઈન્ટીગ્રેટેડ ફાઈનાન્સીયલ મેનેજમેન્ટ સિસ્ટમ (આઈ.એફ.એમ.એસ.) સાથે આધાર કાર્ડ ન જોડનારા રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓના આ મહિનાના પગાર અટકાવવાની ચીમકી આપવામાં આવી છે.

3

આ ફતવા પ્રમાણે દરેક કર્મચારીએ પોતાના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક અપ કરવું ફરજીયાત છે. 18 ઓક્ટોબર સુધીમાં આ પ્રક્રિયા ફરજીયાતપણે પૂરી કરવાની રહેશે. જે કર્મચારી આ શરતનું પાલન નહીં કરે તેને પગાર નહીં મળે. રાજ્યના પગાર અને હિસાબી અધિકારી દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે

4

ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક નવો ફતવો બહાર પાડ્યો છે. આ ફતવાના કારણે ઘણા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની દિવાળી બગડી શકે છે કેમ કે સરકારે અધિકારીઓ અને કર્મચારીઓના પગાર અટકાવી દેવાની ચીમકી આપી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સરકારી કર્મચારીઓની દિવાળી બગાડશે આ ફતવો, પાલન નહીં કરાય તો નહીં મળે પગાર, જાણો શું છે પરિપત્ર ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.