આધાર વર્ચ્યૂઅલ આઇડીની સુવિધા પહેલી જુલાઇથી, UIDAIએ વધારી ડેડલાઇન
વર્ચ્યૂઅલ આઇડી સુવિધા પહેલી માર્ચથી શરુ થઈ ગઈ છે, જો કે પહેલી જુલાઈથી તમામ એજન્સીઓ માટે અનિવાર્ય થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: આધારા બનાવતી સંસ્થા આધાર કાર્ડ બનાવતી સંસ્થા યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યૂઆઇડીએઆઇ)એ વર્ચ્યૂઅલ આઇડી (વીઆઇડી)ને ફરજિયાત કરવાની સમય મર્યાદા વધારી દીધી છે. યૂઆઇડીએઆઇ એ વીઆઇડી અનિવાર્ય કરવાનો સમય વધારીને હવે પહેલી જુલાઇનો આપ્યો છે. આ પહેલા પહેલી જૂન સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી આધાર ડેડા લીકને લઇને સવાલો ઉઠી રહ્યા છે. હવે ડેટાને વધુ સુરક્ષિત બનાવવા માટે યૂઆઇડીએઆઇ વર્ચ્યૂઅલ આઇડીની સિસ્ટમ અપનાવી છે. જેમાં હવે તમારો આધાર નંબર નહીં આપવો પડે તેની જગ્યાએ વર્ચ્યૂઅલ આઇડી આપી શકાશે. વર્ચ્યૂઅલ આઇડી એક પ્રકારનો કામચલાઉ નંબર છે. આ 16 આંકડાનો નંબર હોય છે.
યૂઆઇડીએઆઇ ના સીઇઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું, “વર્ચ્યૂઅલઆઇડીની વ્યવસ્થા લાગું કરવા માટે અમે તૈયાર છે, પરંતુ બેન્ક અને ટેલિકોમ કંપનીઓ સહિત અન્ય એજન્સિઓની મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા તેની ડેડલાઇન વધારી દીધી છે.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -