ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાતઃ સુપ્રીમ કોર્ટ
બેન્ચે આ ચૂકાદો દિલ્હી હાઈકોર્ટના એક ઓર્ડરની વિરુદ્ધ કેન્દ્રની અરજી પર આપવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટના શ્રેયા સેન અને જયશ્રી સતપુતે 2018-19નું ઈન્કમ ટેકસ રિટર્ન પાન અને આધારને લીન્ક કર્યા વગર દાખલ કરવાને પરવાનગી આપી દીધી હતી.બેન્ચે કહ્યું કે હાઈકોર્ટે આ ચૂકાદો એ તથ્યને ધ્યાનમાં રાખીને આપ્યો હતો કે આ મામલો અમારી કોર્ટમાં પેન્ડિંગ છે. બાદમાં અમારી કોર્ટે એ નક્કી કર્યું કે ઈન્કમ ટેકસ એક્ટની કલમ 139AAને યથાવત રાખવામાં આવે. આ સંજોગોમાં પાન કાર્ડ અને આધાર કાર્ડને લીન્ક કરવું જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત હોવાનું સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું.. જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બેન્ચે કહ્યું કે આ મામલામાં કોર્ટ અગાઉ પણ ચૂકાદો આપી ચૂકી છે અને ઈન્કમ ટેક્સ એકટની કલમ 139AAને યથાવત રાખી છે.
બેન્ચે કહ્યું કે અમને જણાવવામાં આવ્યું કે 2018-19 માટે અરજકર્તાઓએ હાઈકોર્ટના આદેશના આધાર પર રિટર્ન ફાઈલ કર્યું હતું. અને તેમના રિટર્નની પણ ગણતરી થઈ ચૂકી છે. એવામાં અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન તે શરતોના આધાર પર જ ફાઈલ કરી શકાશે, જે કોર્ટે નક્કી કરી છે. અરજકર્તાએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે આદેશ છતા અને ઘણી કોશિશ કર્યા બાદ પણ અમે અમારું રિટર્ન ફાઈલ કરી શક્યા ન હતા. આવું એટલા માટે બન્યું હતું કારણે કે ઈન્કમ ટેક્સ રિટર્નના ઈ-ફાઈલિંગ દરમિયાન આધાર નંબર કે આધાર એનરોલમેન્ટ નંબર વગર રિટર્ન ફાઈલ કરવાનો વિકલ્પ જ ઉપલબ્ધ ન હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -