23 માર્ચથી આધાર કાર્ડ બનાવવાનું થશે બંધ, જાણો શું છે કારણ?
નવી દિલ્લી: દેશભરમાં 23 માર્ચે આધાર કાર્ડ બનાવવાની પ્રોસેસ ઠપ થઈ જશે. આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAI એ જણાવ્યું કે આધાર સાથે જોડાયેલ સોફ્ટફેરને અપડેટ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તમામ આધાર કેન્દ્રોને સૂચના આપવામાં આવી છે કે 23 માર્ચથી આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા બંધ રહશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅપડેટ થઈ જાય ત્યાં સુધી આધારનું કામ બંધ રહેશે. આ સૉફ્ટવેરને અપડેટ કરવા માટે કેટલો સમય લાગશે તે અંગે કોઈ સ્પષ્ટા નથી. સૂત્રો પ્રમાણે થોડોક સમય લાગી શકે છે. જ્યાં સુધી સોફ્ટવેર અપડેટ નહીં થાય ત્યાં સુધી આધાર બનાવવાનું કામ બંધ રહેશે. જો કે સોફ્ટવેર અપડેટ પહેલા આધાર કાર્ડનું કામ ચાલુ રહેશે.
જણાવી દઈએ કે, આધાર કાર્ડ બનાવવા માટે એક ખાસ પ્રકારના સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોફ્ટવેર દ્વારા આંખના રેટિના અને ફિંગર સ્કેન કરવામાં આવે છે. વ્યક્તિનું નામ અને સરનામું પણ રજિસ્ટર કરવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -