મોબાઈલ સિમ ખરીદવા માટે હવે આધાર જરૂરી નથી, જાણો સરકારે શું આપ્યો આદેશ
સુપ્રીમ કોર્ટે પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી કોર્ટ આ મામલે કોઈ અંતિમ નિર્ણય ન કરે ત્યાં સુધી સિમ કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે પણ આધારને મોબાઈલ સાથે લિંક કરવા પર મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, તેણે ક્યારેય મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવાનો આદેશ નથી આપ્યો, પરંતુ સરકારે કોર્ટના નિર્ણયનું ખોટી રીથે અર્થઘટન કર્યું હતું.
ટેલિકોમ સવિચ અરૂણ સુંદરરાજન અનુસાર આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી ઉપભોક્તાઓને મુશ્કેલીનો સામનો કરવો ન પડે. તમને જણાવીએ કે, આ પહેલા જેની પાસે આધાર કાર્ડ ન હતા તેને સીમ ન આપવાની વાત સામે આવી હતી.
નવી દિલ્હીઃ હવે મોબાઈલ સિમ લેવા માટે આધાર કાર્ડની જરૂરત નહીં પડે. સરકારે મોબાઈલ ઓપરેટરોનો આદેસ જારી કરીને ઓળખ માટે અન્ય પૂરાવા જેમ કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ વગેરે સ્વીકારવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારે ટેલીકોમ કંપનીઓને આદેશ જારી કર્યા છે, જે અનુસાર હવે તમારે મોબાઈલ સિમ લેવા માટે આધાર કાર્ડની જરૂરત નહીં પડે. મોબાઈલ નેટવર્ક ઓપરટેર્સે ઓળખના પુરાવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ અને ચૂંટણી કાર્ડ સ્વીકારવા માટે કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -