AAPએ કુમાર વિશ્વાસને રાજસ્થાનના પ્રભારી પદેથી હટાવ્યા
જણાવીએ કે ઘણાં સમયતી કુમાર વિશ્વાસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. એટલું જ નહીં, રાજ્યસભા ચૂંટણી સમયે કુમાર વિશ્વાસે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, તેને સાચું બોલવા માટે દંડ આપવામાં આવ્યો છે.
પાર્ટીના નેતા આશુતોષે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, કુમાર વિશ્વાને લઈને પીએસીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. કુમાર પોતાની વ્યક્તિગત વ્યસત્થાઓને કારણે રાજસ્થાનમાં એટલા સક્રિય ન હતા અને ત્યાં પાર્ટી માટે સમય પણ આપી શકતા ન હતી. પાર્ટીએ રાજસ્થાનમાં પૂરતી તૈયારીઓ સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીએ કુમાર વિશ્વના રાજસ્થાનના પ્રભારી પદથી હટાવી દીધા છે. પાર્ટી નેતા આશુતોષે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે, મે 2017માં કુમાર વિશ્વાસને રાજસ્થાનના પ્રબાવી બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે કુમાર વિશ્વાસની જગ્યાએ દીપક બાજપાઈને રાજસ્થાનના પ્રભાવી બનાવવામાં આવ્યા છે.