2019ની લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કેજરીવાલે આપ્યો મોટો ઝટકો, જાણો વિગત
આમ આદમી પાર્ટીના ગોપાલ રાય દ્વારા કાલે એક ઔપચારિક મીટિંગ રાખવામાં આવી હતી જેમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચર્ચામાં કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે પાર્ટી 15 ફેબ્રુઆરી સુધીમાં દિલ્હી, પંજાબ અને હરિયાણાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દેશે.
આમ આદમી પાર્ટી 2014ની જેમાં આ વખતે પણ તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી નહી લડે. પાર્ટીનું ઘ્યાન માત્ર 33 બેઠકો પર છે જેમાં દિલ્હીની 7, પંજાબની 13, હરિયાણાની 10, ગોવાની 2 અને ચંદીગઢની 1 બેઠક સામેલ છે.
નવી દિલ્હી: 2019ની શરૂઆતમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અરવિંદ કેજરીવાલે મોટો ઝટકો આપ્યો છે. આમ આદમી પાર્ટી મહાગઠબંધનમાં સામેલ નહી થાય. વિપક્ષની એકતાના દાવા તુટતા જોવા મળી રહ્યા છે. યૂપીમાં સપા અને બસપાના પણ મહાગઠબંધનનમાં સામેલ થવાને લઈને શંકા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 2019 લોકસભા ચૂંટણી માટે મહાગઠબંધનમાં સામેલ થવાનો ઈનકાર કરી દિધો છે.
ગઠબંધનને લઈને સવાલ કરવામાં આવતા ગોપાલ રાયે સીધી ટિપ્પણી ન કરતા કહ્યું, અમે ત્રણ રાજ્યો દિલ્હી, પંજાબ અને હરિયાણામાં તમામ બેઠકો પર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દિધી છે. આગળ જતા શું થશે તે પાર્ટી નિર્ણય કરશે. પાર્ટીએ પંજાબમાં કુલ 13 લોકસભા બેઠકોમાંથી 5 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દિધા છે.