દિલ્હીમાં સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન કાર્યક્રમમાં હોબાળો, મનોજ તિવારી અને AAPના કાર્યકરો વચ્ચે મારપીટ
નવી દિલ્હી: દિલ્હીમાં યમુના નદી પર બનેલા સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનોજ તિવારી આમંત્રણ વગર પહોંચતા વિવાદ થયો હતો. મનોજ તિવારી અને આપ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ પણ થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરોપ છે કે ભાજપના સાંસદ મનોજ તિવારીએ પોલીસકર્મીઓ સાથે મારપીટ કરવાની પણ કોશિશ કરી. જ્યારે મનોજ તિવારીએ કહ્યું કે, તેઓને ઉદ્ઘાટનમાં આવવાનું આમંત્રણ મળ્યું હતું. પરંતુ જ્યારે તેઓ મંચ પર જઇ રહ્યા હતા ત્યારે આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને તેમને ધક્કો માર્યો હતો. આપના ધારાસભ્ય મનોજ તિવારીને ધક્કો મારતા હોય તેવો વીડિયો પણ વાયરલ થયો છે.
દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, મારાં લોકસભા ક્ષેત્રમાં બની રહેલા આ બ્રિજનું કામ જે વર્ષોથી અટક્યું હતું, તે મેં ફરીથી શરૂ કરાવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બ્રિજના ઉદ્ઘાટનનો કાર્યક્રમ કરી રહ્યા છે. મને પણ કાર્યક્રમમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યો હતો. હું અહીંથી સાંસદ છું. તેમાં શું પરેશાની છે? શું હું અપરાધી છું? મારી ચારેતરફ પોલીસ શા માટે ગોઠવવામાં આવી છે. હું અહીં કેજરીવાલનું સ્વાગત કરવા માટે આવ્યો હતો. પરંતુ પોલીસે મારી સાથે ખરાબ વર્તન કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -