✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજ્યસભા ચૂંટણી માટે AAPએ નામ કર્યા જાહેર; સંજય સિંહ, એનડી ગુપ્તા, સુશીલ ગુપ્તા બન્યા ઉમેદવાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jan 2018 02:34 PM (IST)
1

સુશીલ ગુપ્તા એજ્યુકેશન અને હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલા છે. દિલ્હી અને હરિયાણામાં 14 જિલ્લામાં સ્કૂલ ચલાવે છે. સુશીલ ગુપ્તા 15000 બાળકોને ફ્રી એજ્યુકેશન આપી ચુક્યા છે. દિલ્હી અગ્રવાલ સમાજની ગતિવિધિમાં પણ તેઓ આગળ રહે છે.

2

સંજય સિંહ આમ આદમી પાર્ટીના ટોચના નેતા સંજય સિંહ 20થી વધુ વર્ષોથી ફેરિયાઓના હક માટે લડ્યા. અન્ના હજારેના આંદોલન બાદ તેઓ આપમાં જોડાયા હતા.

3

નારાયણ દાસ ગુપ્તા ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશન સાથે સંકળાયેલા છે. આર્થિક વિષયો પર સાડી પકડ રાખે છે અને દિલ્હી સ્ટોક એક્સચેન્જમાં નોમિનેટેડ મેમ્બર પણ રહ્યા છે.

4

રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામની જાહેરાત ન થયા બાદ કુમાર વિશ્વાસે કહ્યું કે, મેં જે સત્ય કહ્યું હતું તેનો પુરસ્કાર મને આપવામાં આવ્યો. અરવિંદે મને હસતા મોંએ કહ્યું હતું કે સરજી તમને મારીશું પરંતુ શહીદ નહીં થવા દઇએ. હું તેમને અભિનંદન આપું છું કે મેં મારી શહીદી સ્વીકારી લીધી છે. હું જાણું છું કે કેજરીવાલની ઇચ્છા વગર અમારી પાર્ટીમાં કંઈ થતું નથી.

5

નવી દિલ્હીઃ રાજ્યસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા છે. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આ ત્રણેયના નામની જાહેરાત કરી હતી. આ જાહેરાતની સાથે જ કુમાર વિશ્વાસ અને આશુતોષના નામની ચાલી રહેલી ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. પાર્ટીની પીએસી બેઠકમાં આ ત્રણેય નામો પર સહમતિ બની હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાજ્યસભા ચૂંટણી માટે AAPએ નામ કર્યા જાહેર; સંજય સિંહ, એનડી ગુપ્તા, સુશીલ ગુપ્તા બન્યા ઉમેદવાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.