ABP Exit Poll : ચૂંટણીના પરિણામ પહેલા જાણો 5 રાજ્યોમાં કોની બનશે સરકાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Dec 2018 05:14 PM (IST)
1
સાંજે 5.30 વાગ્યે એક્ઝિટ પોલના પરિણામ જાહેર કરાશે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશના પરિણામનું અનુમાન તમારી સામે આવશે. શરૂઆત મધ્ય પ્રદેશના આંકડાથી થશે અને ત્યારબાદ અન્ય રાજ્યોના મતદાનના એક્ઝિટ પોલના પરિણામ સામે આવશે.
2
નવી દિલ્હી: 12 નવેમ્બરથી શરૂ થયેલા મતદાનનો સિલસિલો આજે ખત્મ થશે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગણાની વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ગયું છે. ચૂંટણીના પરિણામ પહેલા ABP ન્યૂઝના એક્ઝિટ પોલમાં જાણો ક્યાં રાજ્યમાં કોની સરકાર બનશે.
3
તમામ રાજ્યોના પરિણામ 11 ડિસેમ્બરના આવશે. છત્તીસગઢમાં 12 નવેમ્બર અને 20 નવેમ્બરના બે ચરણમાં મતદાન થયું, જ્યારે મધ્ય પ્રદેશ અને મિઝોરમાં 28 નવેમ્બરના મતદાન થયું હતું.