તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે હવે આધારકાર્ડ જરૂર નહીં પડે, આ IDથી પણ બની થઈ જશે કામ
નવી દિલ્હીઃ તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે ટૂંકમાં જ આધાર નંબર આપવો નહીં પડે. કેન્દ્ર સરકાર તેના માટે પાસપોર્ટ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. વિદેશ મંત્રાલયે નિયમોમાં ફેરફાર કરવા માટેનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. તેના માટે કાયદા મંત્રાલયે પણ લીલી ઝંડી આપી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા નિયમ અનુસાર, પાસપોર્ટ બનાવવા માટે માત્ર ડ્રાઈવિંગ લાયસન્સ અને વોટર આઈડી કાર્ડ આપવું પડશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી તત્કાલ પાસપોર્ટ માટે આધાર નંબર આપવો ફરજીયાત હતો.
જાન્યુઆરીમાં સરકારે તત્કાલ પાસપોર્ટ અરજીકર્તા માટે આધારકાર્ડ સિવાય પહેલાથી નક્કી 12 દસ્તાવેજ વોટર આઈડી, પાનકાર્ડ, બેન્ક-પોસ્ટ ઓફિસ પાસબુક, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, જન્મનું પ્રમાણપત્ર, કર્મચારી ઓળખપત્ર વગેરેમાંથી બે દસ્તાવેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -