આ સુપરસ્ટાર એક્ટરે 2019 લોકસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Dec 2018 02:11 PM (IST)
1
ગત મહિને આવેલા વાવાઝોડાના કારણે પ્રભાવિત થયેલા ગામડાનો પ્રવાસ કરવા નીકળેલા કમલ હાસને કહ્યું કે, અમે માત્ર એવું જ કરીશું જે લોકો માટે સારું હોય.
2
કમલ હાસન તેમના પક્ષને મજબૂત કરવા માટે તમિલનાડુનો પ્રવાસ કરી રહ્યા છે. વિધાનસભાની 20 સીટ પર થનારી પેટા ચૂંટણી લડવાને લઈ તેમણે સ્થિતિ સ્પષ્ટ નથી કરી. તેમણે કહ્યું કે, આ અંગે કંઈ ન કહી શકાય. મીડિયા સમક્ષ આવી વાત જાહેર ન કરાય.
3
ચેન્નઈઃ જાણીતા અભિનેતા અને રાજકીય પાર્ટી મક્કલ નિધિ મય્યમ(એમએનએમ)ના પ્રમુખ કમલ હાસને 2019 લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હું નિશ્ચિતપણે આગામી લોકસભા ચૂંટણી લડીશ. તેમણે પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણી લડવા આહ્વાન કર્યું હતું.