✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

26મી જાન્યુઆરીએ પ્લાસ્ટિકનો રાષ્ટ્રધ્વજ ફરકાવશો તો થઇ શકે છે જેલ, વાંચો શું છે આખો મામલો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jan 2018 11:13 AM (IST)
26મી જાન્યુઆરીએ પ્લાસ્ટિકનો રાષ્ટ્રધ્વજ ફરકાવશો તો થઇ શકે છે જેલ, વાંચો શું છે આખો મામલો
1

2

મંત્રાલયે બધા લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ પ્લાસ્ટિકથી બનેલા દેશના ઝંડાનો ઉપયોગ ના કરે, એટલું જ નહીં એડવાઝરી પણ જાહેર કરી છે, રાષ્ટ્રીય ધ્વજ દેશના લોકોની આશાઓ અને આસ્થાને દર્શાવે છે એટલા માટે તેને સમ્માન મળવું જોઇએ.

3

પરામર્શમાં કહેવામાં આવ્યુ છે કે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલકુદના પ્રસંગે ભારતીય ધ્વજ સંહિતાના પ્રાવધાન અનુરૂપ, લોકો માત્ર કાગળથી બનેલા જ ઝંડાનો ઉપયોગ કરે તથા સમારોહ પુરો થયા પછી આવા કાગળના ઝંડાને વિકૃત ના કરવામાં આવે અને તેને જમીન પર પણ ના ફેંકવામાં આવે. આવા ઝંડાને તેના સમ્માનથી નિકાલ કરવામાં આવે.

4

મંત્રાલયે કહ્યું કે, આવું એટલા માટે કરવામાં આવે છે કે, મહત્વપૂર્ણ પ્રસંગોએ કાગળના તિરગાની જગ્યાએ પ્લાસ્ટિકના તિરંગાનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. જેથી વિચાર બાદ નક્કી કરાયું કે, પ્લાસ્ટિકથી બનેલા ઝંડા કાગળની જેમ ઝડપથી નષ્ટ નથી થતા અને વાતાવરણ માટે હાનિકારક સાબિત થાય છે. પ્લાસ્ટિકથી બનેલા ઝંડાને સમ્માનપૂર્વક યોગ્ય રીતે નષ્ટ કરવા એક સમસ્યા છે.

5

રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ, 1971 ની કલમ-2 અનુસાર, કોઇ વ્યક્તિ કોઇ પબ્લિક પ્લેસ કે અન્ય કોઇ જગ્યાએ સળગાવે છે, વિકૃત કરે છે, કદરૂપુ કરે છે, દુષિત કરે છે, નષ્ટ કરે છે, કચળે છે કે તેનો અનાદર કે અપમાન કરે છે (મૌખિક, લેખિત કે કોઇ કૃત્ય દ્વારા), તો તેને ત્રણ વર્ષ માટે કારાવાસથી દંડ કે પછી બન્ને પ્રકારથી દંડીત કરવામાં આવશે.

6

નવી દિલ્હીઃ આ વખતના પ્રજાસત્તાક દિવસ-26મી જાન્યુઆરીએ તમે જો પ્લાસ્ટિકનો ભારતનો ઝંડો ફરકાવ્યો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે, એટલે તમારે કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે અને તમને જેલ પણ થઇ શકે છે. ગૃહ મંત્રાલયે આ સંબંધે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફ્લેગ કૉડનો કડકાઇથી પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 26મી જાન્યુઆરીએ પ્લાસ્ટિકનો રાષ્ટ્રધ્વજ ફરકાવશો તો થઇ શકે છે જેલ, વાંચો શું છે આખો મામલો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.