✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાશ્મીર મામલે ભારતની ચીનને કડક શબ્દોમાં ચેતવણી, ત્રીજા પક્ષની દખલગીરી ન જોઈએ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jul 2017 09:25 AM (IST)
1

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆન્ગે જણાવ્યું છે કે, ભારત-પાકિસ્તાન સાઉથ એશિયાના મહત્વના દેશ છે અને તેમની વચ્ચે કાશ્મીરમાં એલઓસીના વિવાદના કારણે શાંતિ અને વિકારને જોખમ છે. ચીન આ મુદ્દાનો ઉકેલ લાવવાની સાથે બંને દેશો વચ્ચે સારા સંબંધો પ્રસ્થાપિત કરવામાં પણ મદદ કરવા માટે તૈયાર છે.

2

સિક્કિમમાં ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે ભારતના ડિપ્લોમેટિક લેવલના રસ્તાઓ ખુલ્લા છે. અમે તે વિશે અમારા પ્રયત્નો પણ વધારી દીધા છે. ચીનના જણાવ્યા પ્રમાણે જી-20 સમિટમાં મોદી-જિનપિંગ વટ્ટે બાઈલેટરલ વાત થઈ નથી. બાગલેએ જણાવ્યું છે કે, બંને નેચાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. તેમાં ગણાં મુદ્દાઓ વિશે વાત થઈ હતી, જેમાં એક મુદ્દો સીમા વિવાદનો પણ હતો.

3

કેન્દ્રીયગૃહ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓમાંથી અડધા પાકિસ્તાની છે. કાશ્મીરમાં હાલ અંદાજે 220 આતંકવાદીઓ સક્રિય છે. જેમાંથી મોટા ભાગના પાકિસ્તાની મૂળના છે. ગયા વર્ષે મે મહિના સુધીમાં પાકિસ્તાની આતંકીઓ દ્વારા કુલ 120 વખત ઘૂસણખોરીના પ્રયાસો કરાયા હતા.

4

નવી દિલ્હીઃ ચીનની કાશ્મીરમાં સકારાત્મક ભૂમિકા નિભાવવા સંબંધીત નિવેદનને કોઈ મહત્ત્વ ન આપતા ભારતે ગુરુવારે કહ્યુ્ં કે, આ કેસમાં મૂળ સરહદ પારથી ભારતમાં ફેલાવવામાં આવતો આતંકવાદ છે અને એક ખાસ સ્ત્રોતથી ફેલાવવામાં આવી રહેલ આતંકવાદથી સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને અસ્થિરતાનું વાતાવરણ ઉભું થયું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કાશ્મીર મામલે ભારતની ચીનને કડક શબ્દોમાં ચેતવણી, ત્રીજા પક્ષની દખલગીરી ન જોઈએ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.