પ્રવિણ તોગડિયાએ છોડી VHP, 17 એપ્રિલથી અનિશ્ચિતકાળ સુધી કરશે ઉપવાસ

ઉલ્લેખનીય છે કે 52 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર અધ્યક્ષની ચૂંટણી યોજાઇ હતી. વિષ્ણુપ્રસાદ કોકજે પૂર્વ ગવર્નર અને હાઈકોર્ટના નિવૃત્ત જજ છે. કોકજેને 132 મત મળ્યા હતા જ્યારે રાઘવ રેડ્ડીને 60 મત મળ્યા હતા.
ડૉ.પ્રવિણ તોગડિયાએ કહ્યું કે, 100 કરોડ હિંદુઓનો અવાજ ઉઠાવવું શું ગુનો છે? હિંદુઓનો અવાજ દબાવવામાં આવ્યો. હવે વિશ્વ હિંદુ પરિષદમાં નથી. સત્ય, ધર્મને દબાવવામાં આવ્યું છે. હિંદુઓના અભિયાનથી આગળ વધીશ. કોઈ જ નવું સંગઠન નહી બનાવું. તેમણે કહ્યું ટૂંક સમયમાં મોટી જાહેરાત કરીશ. મોટી જંગ જીતવા માટે ક્યારેક નાની હારનો સ્વીકાર કરવો પડે છે. આ પહેલા તોગડિયાએ ચૂંટણીની પ્રક્રિયાને વીએચપીને તોડવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.
નવી દિલ્હી: વીએચપી નેતા પ્રવીણ તોગડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વી.એસ કોકજે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની ચૂંટણીમાં વિજેતા બન્યા છે. તેને લઈને નારાજ તોગડિયાએ પણ વીએચપી છોડવા અને 17 એપ્રિલથી અનિશ્ચિતકાળ સુધી અમદાવાદમાં ઉપવાસ શરૂ કરવાનું એલાન કર્યું છે. ચૂંટણીમાં વર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જજ વિષ્ણુ સદાશિવ કોકજે વચ્ચે મુકાબલો હતો. વિજય બાદ કોકજે વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાનું સ્થાન લેશે. તેની સાથે હવે તોગડિયા યુગનો અંત થઈ ગયો છે.