એરફોર્સ કર્મચારીને સાર્જન્ટની પત્ની સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમિકાએ જ પતિ સાથે કરી નાંખ્યા 16 ટુકડા, કેમ ?
ચંડીગઢઃ પંજાબના બઠિંડામાં એરફોર્સના એક જવાનના પ્રેમસંબંધનો કરુણ અંત આવ્યો હતો. એરફોર્સના જવાન વિપિન શુક્લા ગુમ થયાના 13 દિવસ બાદ તેની લાશ એરફોર્સના જ સાર્જન્ટ સુલેશ કુમારના ઘરમાંથી ટૂકડામાં મળી આવી હતી.
આ મામલે પોલીસે સાર્જન્ટ સુલેશ કુમાર અને તેની ગર્ભવતી પત્નીની ધરપકડ કરી છે જ્યારે સુલેશનો સાળો ફરાર છે. વિપિનના સુલેશની પત્ની અનુરાધા સાથે લગ્નેતર સંબંધો હતા. જોકે, જાણ થતાં સુલેશે પત્નીને સમજાવી હતી પરંતુ વિપિન અનુરાધાને પરેશાન કરી બદનામ કરી રહ્યો હતો.
જેથી અનુરાધાએ વિપિન સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. પરંતુ વિપિન તેનો પીછો છોડતો નહોતો જેનાથી નારાજ અનુરાધાએ આખી વાત પોતાના પતિ સુલેશને જણાવી હતી. વિપિને અનુરાધા સાથેના પોતાના સંબંધોની વાત મિત્રોને જણાવી અનુરાધાને બદનામ કરી રહ્યો હતો. જેનાથી નારાજ સુલેશે વિપિનની હત્યા કરી દીધી હતી.
એસપી ગુરમીતસિંહે જણાવ્યું કે, બિપિન એરફોર્સમાં કોર પોરલના પદ પર હતો અને મહિલાઓ સાથે જોડાયેલી એક અફવા (એએફડબલ્યૂડબલ્યૂએ)નામની કેન્ટિમાં કામ કરતો હતો. અહીંથી વિપિન અનુરાધાના સંપર્કમાં હતો અને તેમના વચ્ચે સંબંધ બંધાયો હતો. કેટલાક મહિનાઓ બાદ અનુરાધા અને વિપિન વચ્ચે ઝઘડો થયો હતો.
પોલીસના કહેવા પ્રમાણે સુલેશ કુમારે વિપિન શુક્લાની હત્યા કરી તેના લાશના 16 ટૂકડાઓ કરી તેને પ્લાસ્ટિકની થેલીમાં ભરી ફ્રિજમાં મુકી રાખ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે વિપિન શુક્લાના સુલેશ કુમારની પત્ની સાથે લગ્નેતર સંબંધો હતા.
પોલીસે જણાવ્યું કે, આઠ ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશના ગોંડામાં રહેતા વિપિનને સુલેશે સામાન પેકિંગના બહાને ઘર બોલાવ્યો હતો. બાદમાં કુહાડીથી તેની હત્યા કરી દીધી હતી. હત્યા દરમિયાન સુલેશની પત્ની અનુરાધા અને તેમનો સાળો શશિભૂષણ પણ હાજર હતો.
એક રિપોર્ટ પ્રમાણે, સુલેશે 8 ફેબ્રુઆરીના રોજ વિપિનની હત્યા કરી તેની લાશના 16 ટૂકડા કરી તેને પ્લાસ્ટિકની થેલીમાં ભરી ફ્રિજમાં મુકી દીધા હતા. બાદમાં લાશના ટૂકડાને એક એક કરીને બહાર ફેંકવાનો પ્લાન હતો પરંતુ તે અગાઉ જ પોલીસે સુલેશની ધરપકડ કરી હતી.