આગરા એક્સપ્રેસ હાઈવે પર ઉતરશે વાયુસેનાના 20 જેટ વિમાન, પાંચ દિવસ સુધી વાહનવ્યવહાર રહેશે બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Oct 2017 05:57 PM (IST)

1
આ અભ્યાસમાં ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનો અને પરિવહન વિમાન સામેલ થશે. જેમાં મિરાજ 2000, ઝગુઆર, સુખોઈ30 અને એએન-32 પરિવહન વિમાન શામિલ થશે. આ અભ્યાસ 24 ઓક્ટોબરે સવારે 10 કલાકે શરૂ થશે. સિન્હાએ જણાવ્યું કે પહેલીવાર પરિવહન વિમાન આ હાઈવે પર ઉતરશે અને ઉડાણ ભરશે.
2
આગરા: આગરા એક્સપ્રેસ હાઈવે પર 24 ઓક્ટોબરે વાયુસેનાના વિમાન અભ્યાસ કરશે. ગત વર્ષે પણ આ અભ્યાસ થઈ ગયો છે પણ આ વખતે પરિવહન વિમાન(AN32) પણ આ એક્સપ્રેસ-વે પર ઉતરશે અને ઉડાણ ભરશે. આ વખતે વાયુસેનાના 20 વિમાન એક્સપ્રેસ-વે પર ઉતરશે અને ઉડાણ ભરશે, અભ્યાસના કારણે આગરા લખનઉ એક્સપ્રેસ હાઈવે પરના કેટલાક ભાગમાં 20થી 24 ઓક્ટોબર સુધી વાહનોની અવરજવર બંધ રહેશે.