દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદેથી અજય માકને કેમ આપ્યું રાજીનામું? જાણો વિગત
વિરોધ કરતા અજય માકને કહ્યું હતું કે, જ્યાર સુધી હું અધ્યક્ષ છું ત્યાર સુધી ગઠબંધન નહીં થાય જ્યારે આપના નેતાઓનું કહેવું હતું કે, તેઓ ક્યાર સુધી છે તેમને પોતાને ખબર નથી. આપના નેતાઓએ કોંગ્રેસના અમુક નેતાઓ સાથે વાતચીતની વાત કહી હતી પરંતુ માકન તેનો વિરોધ કરી રહ્યા હતાં. છેલ્લા અઠવાડિયાએ આપના સાસંદ સંજય સિંહ રાહુલ ગાંધીના બોલાવવામાં આવેલ બંધ અને પ્રદર્શનમાં મંચ પર જ જોવા મળ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજય માકનના રાજીનામાં પાછળની રાજનીતિના કારણ પર નજર કરીએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હોઈ શકે છે. દિલ્હીમાં આપ અને કોંગ્રેસની વચ્ચે વાતચીતનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અજય માકન ઘણાં દિવસોથી બિમાર છે. તે સારવાર માટે વિદેશ ગયા છે. માકન 2015થી દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ સંભાળી રહ્યા હતાં. દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો પરાજય થયા બાદ પણ અજય માકને રાજીનામું આપ્યું હતું પરંતુ પાર્ટીએ સ્વીકાર્યું ન હતું.
નવી દિલ્હી: દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે તબિયતનો હવાલો આપી અજય માકને રાજીનામું આપી દીધું છે અને વિદેશ જતાં રહ્યા છે. આ અંગે કોંગ્રેસે કહ્યું હતું કે, અજય માકને રાજીનામું આપ્યું નથી. પરંતુ તબિયત સારી ના હોવાથી તેઓ વિદેશ ગયા છે. અજય માકનનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપવામાં આવ્યું છે. રાજીનામું મંજૂર થયું છે કે નહીં તેને લઈને કોઈ જાણકારી હજુ બહાર આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -