આકાશ અંબાણી અને શ્લોકાના મુંબઇમાં નવ માર્ચે થશે લગ્ન , સ્વિઝરલેન્ડમાં બેચરલ પાર્ટી
મુંબઇઃ દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો દીકરો આકાશ અંબાણી બિઝનેસમેન રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે નવ માર્ચના રોજ મુંબઇમાં લગ્ન કરશે. મુંબઇના જિયો વર્લ્ડ સેન્ટરમાં ત્રણ દિવસ સુધી લગ્ન સમારોહ ચાલશે. આકાશ અંબાણીની જાન સાંજે 3:30 વાગ્યે મુંબઇ સ્થિત જિયો સેન્ટર જશે. ત્યારબાદ 10 માર્ચના રોજ આકાશ અને શ્લોકાનું વેડિંગ સેલિબ્રેશન યોજાશે. આ જિયો વર્લ્ડ સેન્ટરમાં જ આયોજીત કરાશે. 11 માર્ચના રોજ વેડિંગ રિસેપ્શન થશે જેમાં બંન્ને પરિવારના લોકો અને નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવશે. આ રિસેપ્શન પણ જિયો સેન્ટરમાં થશે.
કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂર, આકાશ અંબાણીનો મિત્ર છે. કરણ જોહર સાથે પણ આકાશની સારી બોન્ડિગ છે. લોકેશન સુધી 500 મહેમાનોને લઇ જવા માટે બે ફ્લાઇટ્સ ઉડાણ ભરશે. શ્લોકા મહેતા હીરા વેપારી રસેલ મહેતાની નાની દીકરી છે. આકાશ શ્લોકાએ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ બાદ શ્લોકાએ ન્યૂ જર્સીના પ્રિસટન યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શ્લોકા રોઝી બ્લૂ ફાઉન્ડેશનની ડિરેક્ટર છે. તે ConnectForની સહસ્થાપક પણ છે.
એક રિપોર્ટ અનુસાર, આ લગ્ન અગાઉ આકાશ પોતાના મિત્રોને સ્વિઝરલેન્ડમાં બેચલર્સ પાર્ટી આપશે જેમાં તેના નજીકના મિત્રો સામેલ થશે. આ પાર્ટી 23થી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. રિપોર્ટ અનુસાર, આકાશની બેચરલ પાર્ટીમાં બોલિવૂડ હસ્તીઓ સામેલ થશે. રણબિર કપૂર, કરણ જોહર પણ સ્વિઝરલેન્ડ જશે. આ ખાસ બેચરલ પાર્ટી સ્વિઝરલેન્ડમાં St. Moritzમા સેલિબ્રેટ કરાશે.