અખિલેશ યાદવે કર્યો ખુલાસો, આ કારણે કોંગ્રેસને યુપીના મહાગઠબંધનમાંથી રાખવામાં આવ્યુ છે બાકાત, જાણો વિગતે
આ વાતને ધ્યાનમાં રાખીને 24 વર્ષના કટ્ટર હરિફો સપા અને બસપાએ 2019ની લોકસભા સાથે લડવાનું નક્કી કર્યુ છે. એક કરાર અનુસાર 80 બેઠકોમાંથી બીએસપીને 38 અને સપાને 37 બેઠકો પર લડવાનું નક્કી કરી લીધુ છે, અને કોંગ્રેસને બાકાત કર્યુ છે.
આ મહાગઠબંધનમાંથી કોંગ્રેસને કેમ બાકાત રાખવામાં આવ્યુ, તે રહસ્ય પરથી પડદો ઉઠાવતા યુપીના પૂર્વ સીએમ અને સપાના સુપ્રીમો અખિલેશ યાદવે ખુલાસો કર્યો છે. અખિલેશે કહ્યું કે, ચૂંટણીનું અંકગણિત બરાબર બેસાડવા માટે કોંગ્રેસને મહાગઠબંધનમાંથી બાકાત રાખવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, 30 વર્ષ બાદ યુપીમાં કોઇ પક્ષને લોકસભામાં બહુમતી મળી હોય તો તે છે ભારતીય જનતા પાર્ટી, બીજેપીને 2014માં યુપીની 80 બેઠકોમાંથી 71 બેઠકો મળી હતી, એનડીએની કુલ બેઠકો 73 થઇ હતી.
લખનઉઃ ભારતીય રાજનીતિમાં એક સામાન્ય ધારણા છે કે જે પક્ષ ઉત્તરપ્રદેશમાં સારુ પ્રદર્શન કરે છે, તેને આગામી લોકસભા ચૂંટણીમાં મોટો ફાયદો મળે છે. જેને લઇને હવે 24 વર્ષ બાદ એકબીજાના કટ્ટર હરિફ સપા અને બસપા સાથે આવીને રાજ્યમાં મહાગઠબંધન કર્યુ છે. જોકે, આ ગઠબંધનમાંથી કોંગ્રેસને બાકાત રાખવામાં આવ્યુ છે.