Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અખિલેશ યાદવને પ્રયાગરાજ જતાં અટકાવતા યૂપીમાં સપા કાર્યકર્તાઓનું પ્રદર્શન, પોલીસનો લાઠીચાર્જ
યોગી આદિત્યનાથે કહ્યું, અખિલેશ યાદવ પ્રયાગરાજ આવવાથી હિંસાની શક્યતા હતી. પ્રયાગરાજમાં હાલ કુંભના કારણે ઘણી ભીડ છે અને ત્યાં કાયદો અને વ્યવસ્થા બગડવાનો ખતરો છે. યૂપી સરકારનો દાવો છે કે અખિલેશ યાદવને પ્રયાગરાજ ન જવા માટે જણાવવામાં આવ્યું હતું. અલાહાબાદ વિશ્વવિદ્યાલયના રજીસ્ટ્રારે કાલે સપા પ્રમુખ અખિલેશ યાદવના અંગત સચિવને પત્ર લખની જાણ કરી હતી કે વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં રાજનેતાઓને આવવાની મંજૂરી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગીએ કહ્યું, સપા અરાજક્તા ફેલાવવા માટે જાણીતી છે. અખિલેશ ત્યાં ગયા હોત તો યૂનિવર્સિટીમાં ધમાલ થાત, વિદ્યાર્થીઓમાં હિંસાની શક્યતાના કારણે તેમને રોકવામાં આવ્યા છે. અમે સમાજવાદી પાર્ટીને અરાજક્તા ફેલાવવાની મંજૂરી ન આપી શકીએ.
લખનઉ: પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવને અલાહાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી યુનિયનના કાર્યક્રમમાં જતાં લખનઉ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. અખિલેશ યાદવે રોકવામાં આવતા સપા કાર્યકર્તા અનેક સ્થળે પ્રદર્શન કરી રહ્યા છે. પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ધમેન્દ્ર યાદવ પણ ધરણા પર બેસી ગયા હતા. જેમને હટાવવા માટે પોલીસ લાઠીચાર્જ કર્યો. જેમાં બદાયૂના સાંસદ ધર્મેન્દ્ર યાદવના માથામાં ઈજા થઈ હતી. પોલીસ દ્વારા સપા કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા અનેક કાર્યકર્તા ઘાયલ થયા છે. લખનઉમાં પણ સમાજવાદી પાર્ટી કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અખિલેશ યાદવ સહિત સપા કાર્યકર્તાઓ રાજ્યપાલને મળવા માટે રવાના થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -