સેવિંગ્સ ખાતાં- ATMમાંથી ઉપાડની મર્યાદા નાબૂદ, જાણો ક્યારથી ગમે તેટલાં નાણાં ઉપાડી શકાશે ? 20મીથી કેટલો ઉપાડ થઈ શકશે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Feb 2017 03:17 PM (IST)
1
2
જે પ્રમાણે 20 ફેબ્રુઆરીથી સેવિંગ એકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયા ઉપાડી શકાશે. જ્યારે 13 માર્ચથી રોકડ ઉપાડવાની મર્યાદા ખત્મ કરવામાં આવશે. એટલે કે તમે સેવિંગ બેન્ક એકાઉન્ટમાંથી અગાઉની જેમ જોઇએ તેટલી રકમ ઉપાડી શકશો.
3
મુંબઇઃ નોટબંધીના ત્રણ મહિના પુરા થયા બાદ ભારતીય રિઝર્વ બેન્કે રોકડ ઉપાડવાની મર્યાદા ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇએ જણાવ્યું હતું કે, 13 માર્ચથી સેવિંગ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવાની મર્યા ખત્મ કરવામાં આવશે.
4
આરબીઆઇએ જણાવ્યું હતું કે, રોકડની ઉપલબ્ધતા વધવાને કારણે તેમને ઉપાડની મર્યાદા બે તબક્કામાં ખત્મ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
5
આ સાથે આરબીઆઇએ કહ્યું હતું કે, 20 ફેબ્રુઆરીથી ગ્રાહકો પોતાના સેવિંગ એકાઉન્ટમાંથી એક સપ્તાહમાં 50 હજાર રૂપિયા ઉપાડી શકશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં એક સપ્તાહમાં તમે 24 હજાર રૂપિયા ઉપાડી શકતા હતા.