મજૂર સંગઠનો મોદી સરકારના વિરોધમાં, 20 કરોડ કર્મચારીઓ આજથી બે દિવસ સુધી હડતાળ પર
મજૂર સંગઠનોએ કહ્યું કે, શ્રમ મામલા પર નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં બનેલા મંત્રીમંડળે 2 સપ્ટેમ્બરની હડતાળ બાદ શ્રમિક સંગઠનોને ચર્ચા માટે નથી બોલાવ્યા, આ કારણે અમારી પાસે હડતાળ સિવાય બીજો રસ્તો ન હતો.
મોદી સરકારની જનવિરોધી નીતિ અને શ્રમિક વિરોધી નીતિના વિરોધમાં દુરસંચાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, કોલસા, સ્ટીલ, વીજળી, બેન્કિંગ, વીમા અને પરિવહન વિસ્તારના લોકો આ હડતાળમાં જોડાશે.
સંઘોએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે આ હડતાળમાં મોદી સરકારના વિરોધમાં લગભગ 20 કરોડ કર્મચારીઓ જોડાશે, હડતાળમાં 10 કેન્દ્રીય શ્રમિક સંઘોએ હાથ મિલાવ્યો છે. મોદી સરકાર વિરુદ્ધમાં દિલ્હીમાં મંડી હાઉસથી સંસદ ભવન સુધી વિરોધ પ્રદર્શન અને જુલુસ કાઢવામાં આવશે.
નવી દિલ્હીઃ બેન્ક કર્મચારીઓ યૂનિયન, મજૂર સંગઠનો, નોર્થ ઇસ્ટમાં સિટીઝનશિપ બીલના વિરોધમાં તમામ સંગઠનોએ 8 અને 9 જાન્યુઆરીએ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. બે દિવસીય હડતાળના કારણે હવે બેન્કોનું તમામ કામકાજ ઠપ થઇ શકે છે.
સરકારની એકતરફી શ્રમસુધાર અને શ્રમિક-વિરોધી નીતિઓનો વિરોધમાં કેન્દ્રીય શ્રમિક સંઘોએ મંગળવારથી બે દિવસની દેશવ્યાપી હડતાળ પર જવાનું આહ્વાન કર્યુ હતું.