યુવતી ભાનમાં આવી ત્યારે ગુપ્તાંગમાં થતી હતી અસહ્ય પીડા, બળાત્કારી યુવકે શું આપી ધમકી?

ઇલાહબાદઃ શહેરના નૈની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતી પર જનરલ સ્ટોર ચલાવતા યુવકે નશીલું પીણું પીવડાવીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીની ફરિયાદને આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ યુવતી મૂળ દિલ્લીની છે અને ઇલાહબાદમાં રહીને એમટેકનો અભ્યાસ કરતી હતી.
દરમિયાન આશુતોષ મને ડરાવવા લાગ્યો અને મને પોતાનું મોઢું બંધ રાખવાની ધમકી આપી. જો તે કોઈને આ અંગે વાત કરશે, તો મારી નાંખશે તેવી ધમકી તેણે આપી હતી. આ ધમકીથી તે ખૂબ ડરી ગઈ હતી અને પછી તે લથડિયા ખાતા ખાતા પોતાના ઘરે પહોંચી હતી.
દરમિયાન ગઈ કાલે રાતે યુવકે યુવતીને પીણું ઓફર કર્યું હતું. યુવકે પહેલાથી જ તેમાં નશીલો પદાર્થ ભેળવેલો હતો. જે પીતા જ યુવતી બેભાન થઈ ગઈ હતી. યુવતી બેભાન થતાં જ યુવક તેને દુકાનાં અંદર લઈ ગયો હતો અને દુકાન બંધ કરીને પોતાની હવસ સંતોષી હતી.
વિદ્યાર્થિની હાલ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એમટેકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. અહીં તેની સાથે તેનો ભાઈ પણ રહે છે. પરંતુ આ ઘટના ઘટી તે દિવસે તેનો ભાઈ ઘરે ગયો હતો. આ અંગે યુવતીએ નૈની પોલીસ સ્ટેશનમાં ગુરુવારે સાંજે ફરિયાદ કરી હતી. આ પછી ગણતરીના જ કલાકોમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પીડિતાએ જમાવ્યું હતું કે, તે શોપકીપર આશુતોષ દ્વિવેદી પાસેથી કાર્ટૂન લેવા માટે ગઈ હતી. અહીં તેને કોલ્ડ્રિંક્સ ઓફર કર્યું હતું. મેં ના પાડી પરંતુ રિક્વેસ્ટર કરતાં મેં પીધું હતું. કોલ્ડ્રિંક્સ પીતા જ મને ચક્કર આવવા લાગ્યા અને હું ત્યાં જ ખુરશી પર બેસી ગઈ.
આ અંગેની વધુ વિગતો પ્રમાણે મૂળ દિલ્લીની વતની અને ઇલાહબાદમાં યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા ગંગોત્રી નગરમાં ભાઈ સાથે ભાડાનમાં મકાનમાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે.) બુધવારે રાતે બાજુમાં આવેલા જનરલ સ્ટોર પર કોઈ વસ્તુ લેવા ગઈ હતી. આ જનરલ સ્ટોર પર તે અવાર-નવાર વસ્તુ લેવા જતી હોવાથી તે યુવક સાથે પરિચયમાં હતી.
યુવકની કબૂલાત પછી તેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પીડિતા યુવતીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપવામાં આવી છે. આ અંગે યુનિવર્સિટીના કુલપતિને જાણ થતાં તેઓ પણ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા અને વિદ્યાર્થિનીને સાંત્વના આપી હતી.
આ પછી તેણે બીજા દિવસે કોલેજમાં પોતાની ફ્રેંડને આ વાત કરી હતી. આ પછી ફ્રેન્ડની સલાહથી તેણે એગ્રીકલ્ચર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. યુવતીની ફરિયાદ પછી પોલીસે યુવકની દુકાન પર દરોડા પાડ્યા હતા અને દુકાનદારને પકડી પાડ્યો હતો. પૂછપરછ કરતાં યુવકે ગુનો કબૂલી લીધો હતો.
મને બેહોશ થતી જોતા જ તેણે મને ટચ કરવાનું શરૂ કરી દીધું હતું. મને થોડો હોશ હતો ત્યાં સુધી મેં તેનો વિરોધ કર્યો. પરંતુ થોડીવારમાં જ હું બેહોશ થઈ ગઈ હતી. મને અઢી કલાક પછી રાતે લગભગ 12.30 વાગ્યે હોશ આવ્યો. હું હોશમાં આવી ત્યારે મારા પેટની નીચે ખૂબ પીડા થતી હતી.