MP- છત્તીસગઢની ચૂંટણીમાં કૉંગ્રેસે સ્ટાર પ્રચારકોમાં અલ્પેશ ઠાકોરનો કર્યો સમાવેશ
સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, અલ્પેશ ઠાકોરને બિહારના સહ પ્રભારી પદેથી હટાવવામાં આવી શકે છે. સાથે અલ્પેશને છત્તીસગઢના સહ પ્રભારી બનાવવામાં આવી શકે છે. રાજ્યમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલાના કારણોસર કોંગ્રેસે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, કોંગ્રેસે સત્તાવાર રીતે આની જાહેરાત કરી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની જાહેરાત કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસે પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના સ્ટાર પ્રચારક માટે અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. અલ્પેશ ઠાકોર હવે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સભાઓ ગજવતા જોવા મળશે. અલ્પેશ ઠાકોરની કૉંગ્રેસના રાષ્ટ્રીય રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરનું નામ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સામેલ થતા કૉંગ્રેસમાં તેમના કદમાં વધારો થયો છે.
અમદાવાદ: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને હવે થોડો સમય બાકી છે. બંને પક્ષો દ્વારા જોર શોરથી પ્રચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના સ્ટાર પ્રચારકોની યાદીમાં ગુજરાત કૉંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -