ચૂંટણીમાં PM મોદી અને CM યોગી માટે પ્રચાર કરશે આ દિગ્ગજ નેતા, જાણો વિગત
વિપક્ષોના મહાગઠબંધનના પડકારનો મુકાબલો કરવા એનડીએ અમરસિંહના અનુભવનો ઉપયોગ કરશે. તેનો સંકેત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લખનૌ પ્રવાસ દરમિયાન આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅપક્ષ ઉમેદવાર તરીકે તેમનો ચાર વર્ષનો કાર્યકાળ હજુ બાકી છે. આ સંજોગોમાં તેઓ પોતાનો અધૂરો કાર્યકાળ છોડીને લોકસભાની ચૂંટણી લડશે નહીં. તેમણે જણાવ્યું હતું કે તેઓ મોદી અને યોગીના સમર્થનમાં પ્રચાર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના સહયોગી પક્ષ સુહેલદેવ બહર્તિયા સમાજ પાર્ટીના અધ્યક્ષ અને કેબિનેટ પ્રધાન ઓમપ્રકાશ રાજભરે અમરસિંહને આઝમગઢથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી અને ત્યારબાદ ચૂંટણી લડવા માટે અમરસિહ અંગે અટકળો તેજ થઈ ગઈ હતી.
અમરસિંહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તેઓ દેશમાં બુઆ અને બબુઆની જોડી વિરુદ્ધ મોદી અને યોગી માટે આક્રમક પ્રચાર કરશે.
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવના સંસદીય મતક્ષેત્ર આઝમગઢથી 2019ની લોકસભા ચૂંટણી લડવાની અટકળો અમરસિંહે ફગાવી દીધી છે. રાજ્યસભાના સાંસદ અમરસિંહે ટ્વિટ કર્યું હતું કે, હું ચૂંટણી લડવાનો નથી, માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે પ્રચાર કરીશ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -