અમરનાથમાં ગુજરાતીઓ પર હુમલો કરનાર આંતકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઠાર, જાણો વિગતે
ડીજીપી એસપી વૈદે જણાવ્યું હતું કે, ફુરકાન, બસીર અને અબુ માવિયા અમરનાથ હુમલાના મુખ્ય આતંકી હોવાનું જાણવા મળ્યું છે. અથડામણ દરમિયાન એક આતંકી ભાગી છૂટ્યો હતો જોકે બાદમાં અનંતનાગ જિલ્લામાંથી પોલીસે તેને પકડી પાડ્યો હતો. આ વર્ષે જુલાઈમાં અનંતનાગ જિલ્લાના બાનટિંગૂમાં બે અલગ-અલગ જગ્યાઓ પર તીર્થયાત્રીઓ અને તેની સુરક્ષામાં પોલીસ દળ પર આંતકીઓએ હુમલો થયો હતો. આ હુમલામાં આઠ લોકોનાં મોત નિપજ્યાં હતાં અને 19 લોકો ઘાયલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં અમરનાથ ગયેલા ગુજરાતી યાત્રાળુઓ પર આતંકી હુમલો થયો હતો. જેમાં 9 લોકોનાં મોત થયા હતા જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ પહેલાં આતંકીઓએ સોમવારે શ્રીનગરથી જમ્મુ જઈ રહેલ સેનાના એક કાફલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલા બાદ આતંકી હાઈવેની નજીક એક બિલ્ડિંગમાં છુપાયા હતા. ત્યારે હુમલા બાદ સેનાએ જેવી ઘટનાસ્થળની કોર્ડન કરી લીધો તો આંતકીઓએ સુરક્ષા બળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
આતંકીઓ સાથેની અથડામણની કાર્યવાહી દરમિયાન કાજીગુંડમાં સુરક્ષા દળોને તૈનાત કરી દેવામાં આવ્યા હતાં. અથડામણ દરમિયાન જમ્મુ-કાશ્મીર હાઈવે પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ફુરકાન લશ્કરનો ડિવિઝનલ કમાન્ડર હતો અને પાકિસ્તાનનો રહેવાસી હતો. ફુરકાનને પૂર્વ કમાન્ડર અબુ ઈસ્માઈલને માર્યા બાદ લશ્કરની કમાન સોંપવામાં આવી હતી. મરનાર આતંકીઓની પાસેથી એકે-47 રાઈફલ સહિત બીજો સામાન પણ મળ્યો હતો.
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં સેના અને સ્થાનિક પોલીસને આતંકીઓ વિરૂદ્ધના અભિયાનમાં મોટી સફળતા મળી છે. કાજીગુંડમાં જૂથ અથડામણ દરમિયાન સેના, એસઓજી, અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ ત્રણેય આંતકીઓની ઓળક થઈ ગઈ છે. આ ત્રણેય આતંકીઓન નામ ફુરકાન, યાવર બસીર, અને અબુ માવિયા છે. ફુરકાન લશ્કરનો ડિવિઝનલ કમાન્ડર હતો. જ્યારે યાવર બસીર સ્થાનિક આતંકી અને અબુ માવિયાને પાકિસ્તાની આતંકીનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.