અમરનાથ યાત્રા પર હુમલો થશે એ બાતમી 15 દિવસ મળેલી છતાં હુમલો કેમ ના રોકાયો? જાણો આઘાતજનક કારણ
સૂત્રોએ જણાવ્યું કે, હુમલાનો ભોગ બનેલ બસ (GJ09Z 9976) સાંજે 4-40 કલાકે શ્રીનગરથી વૈષ્ણોદેવી માટે રવાના થઈ હતી. શ્રીનગરથી વૈષ્ણોદેવીનું અંતર 250 કિલોમીટર છે, જેને કાપવામાં અંદાજે 5-6 કલાકનો સમય લાગે છે. એટલે કે બસ મોડી નીકળી હતી. યાત્રિઓને કહેવામાં આવ્યું હતું કે શ્રીનગરથી 50 કિલોમીટર ચાલ્યા બાદ સંગમમાં ડ્રાઈવરને બસમાં પંક્ચર હોવાનું જાણવા મળ્યું. ત્યાર બાદ રસ્તામાં જ રોકીને તેણે ટાયર બદલ્યું. તેના કારણે બસ એક કલાક મોડી પડી. સુરક્ષાદળોના જવાનોની સવારે 4 કલાકથી સાંજે 7 કલાક સુધી હાઈવે પર પેટ્રોલિંગની ડ્યૂટી છે. પરંતુ બસ તે પછીના સમયમાં ચાલી રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ એલર્ટનો ખુલાસ જમ્મૂ-કાશ્મીર પોલીસના આઈજી (કાશ્મીર ઝોન) મુનીર ખાને હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અધિકારીઓ સમક્ષ કર્યો હતો. આ જ રાજ્યોમાંથી અમરનાથ યાત્રા માટે સૌથી વધારે લોકો જાય છે. અમરનાથ દર્શન કરીને પરત ફરી હલે 60 યાત્રિઓની બસ પર સોમવારે આતંકીઓએ હુલમો કર્યો હતો જેમાં 7 તીર્થયાત્રિઓનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાનો ભોગ બનેલ બસમાં પ્રવાસ કરી રહેલ લોકોએ બે દિવસ પહેલા જ અમરનાથ ગુફાના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ સોમવારે સાંજે જમ્મૂ પરત ફરી રહ્યા હતા.
એલર્ટ કહેવામાં આવ્યું હતું, ''જે રીતે ઇનપુટ મળ્યા હતા તેને ધ્યાનમાં રાખતા સમન્વયની જરૂર હતી. પરંતુ સનસીખેજ હુમલાની આશંકા નકારી ન શકાય. સ્થળ પર હાજર તમામ અધિકારીઓને એલર્ટ રહેવા અને ખૂબ જ સાવધાની રાખવાના આદેશ આપવા જોઈએ. આતંકીઓની આ પ્રકારની હિંસાના ષડયંત્રને નિષ્ફળ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્ન કરવા જરૂરી છે.''
એલર્ટમાં કહેવામાં આવ્યું હતું, અનંતનાગના એસએસપી તરફથી મળેલ ઇનપુટ્સ અનુસાર આંતકીઓના આકાઓ તરફથી 100થી 150 યાત્રિઓ અને અંદાજે 100 પોલીસ અધિકારીઓની હત્યાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત યાત્રાના કાફલા પર હુમલો કરી સમગ્ર દેશમાં સાંપ્રદાયિક તણાવ ઉભો કરવાનું ષડયંત્ર રચી શકાય છે.
શ્રીનગરઃ અમરનાથ યાત્રિઓ પર થયેલ આતંકી હુમલાને ટાળી શકાયો હોત, જો હુમલામાં ભોગ બનેલ બસ નક્કી સમય દરમિયાન જ હાઈવે પરથી પસાર થઈ હોત. પ્રશાસને પણ સોમવારની ઘટનાને ઇન્ટેલિજન્સ ચેતવણીને ગંભીરતાથી લઈને ટાળી શક્યું હોત. અંદાજે 15 દિવસ પહેલા જ જમ્મૂ કાશ્મીર પ્રશાસનનને ગુપ્તચર એજન્સીઓએ યાત્રા પર સંભવિત જોખમને લઈને એલર્ટ કરી હતી. સાંજના સમયે યાત્રિઓની બસોના ચાલવા પર પ્રતિબંધ લગાવીને આ હુમલાથી બચી શકાય એમ હતું. 25 જૂનના રોજ ચંદીગઢમાં જમ્મૂ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને આઈબીના અધિકારીઓની મલ્ટી એજન્સી કોઓર્ડિનેશન મીટિંગમાં અમરનાથ યાત્રિઓ પર હુમલાના ઈનપુટ શેર કરવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -