અમરનાથ યાત્રાળુઓ પર હુમલોઃ PDP MLAના ડ્રાઈવરની અટકાયત
આઈજીપી મુનીર ખાને જણાવ્યું કે, તૌસિફ આંતકિઓના સંપર્કમાં હતો તેના કેટલાક પુરાવા મળ્યા છે. કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રાળુઓ પર થયેલા હુમલાની તપાસ માટે છ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે. 10 જુલાઈએ અનંતનાગમાં અમરનાથ યાત્રાળુઓ પર થયેલા હુમલામાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતાં. આ હુમલાને લઈને કેટલાક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યા છે કે, આતંકીઓ સુરક્ષા જવાનોને નહી પણ બસને જ નિશાન બનાવવા માંગતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે જણાવ્યું કે, તૌસિફ પર આતંકવાદીઓ સાથે સંબંધ રાખવાનો આરોપ છે જેના કારણે તેની પુછપરછ કરવામાં આવી હતી. એજાજ ઉપરાંત બીજા બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પણ હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. તૌસિફ સાત મહિના પહેલા ધારાસભ્ય એજાજને ત્યાં ડ્રાઇવર તરીકે લાગ્યો હતો. આ પહેલા તે જમ્મુ-કાશ્મીર પોલીસના સિક્યોરિટી વિંગમાં હતો.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર પોલીસે અમરાનાથ યાત્રીઓ પર થયેલા આતંકી હુમલા મામલે તૌસિફ અહમદ નામના એક વ્યક્તિની અટકાયત કરી છે. અટકાયત કરવામાં આવેલ વ્યક્તિ પીડીપીના ધારાસભ્ય એજાજ અહમદ મીરનો ડ્રાઈવર હોવાનો ખુલાસો થયો છે. તૌસિફ અહમદ પુલવામાનો રહેવાસી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -