વિરેન્દ્ર સેહવાગ સહિત આ દિગ્ગજ ખેલાડીઓએ અમરનાથ યાત્રાળુ પર થયેલ આતંકી હુમલાની કડક શબ્દોમાં કરી ટીકા
ભારતના જાણીતા સ્પિનર હરભજન સિંઘે પણ અમરનાથ યાત્રાના બનાવ અંગે ટ્વિટ કર્યું હતું કે, ફરી એકવાર નિર્દોષએ જીવન ગુમાવ્યું છે. આ કાયર કાર્યોને રોકવાની જરૂર છે. અમરનાથ યાત્રા હુમલામાં પીડિતો અને તેમના પરિવારો માટે સહાનુભૂતિ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતના શૂટર અને ભૂતપૂર્વ જુનિયર ચેમ્પિયન જોયદીપા કરમકરે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે નીર્દોષ નાગરિકો પર હુમલો કરે છે, જેનો જવાબ અમારા માણસો જે રાષ્ટ્ર માટે સજ્જ છે, તેના આપશે.
સેહવાગ સિવાય, ભારતના કુસ્તીબાજ યોગેશ્વર દત્ત સહિતના અન્ય ખેલાડીઓ પણ ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે, આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી રહી છે, હવે બદલો લેવાનો સમય આવ્યો છે, નિર્દોષ લોકોના 2 મોત! હવે વધારે સહન નહીં થાય, ઇંટનો જવાબ પથ્થરથી અને બોમ્બનો જવાબ મિસાઇલ થી આપવો જોઇએ.
નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ યાત્રાએથી પરત ફરી રહેલ બસ પર થયેલ આતંકી હુમલાની ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે કડક શબ્દોમાં ટીકા કરી છે. સહેવાગે ટ્વીટ કરીને કહ્યં, આ આતંકી હુમલોમાં માર્યા ગયેલ પરિવારની સાથે મારી સહાનુભૂતી છે. તીર્થયાત્રિઓ પર આ પ્રકારના આતંકી હુમલા ખૂબ જ કાયરતાભર્યા અને શરમજનક છે.
જમ્મુ અને કાશ્મીરના એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે યાત્રાળુઓ અમરનાથ મંદિરેથી પાછા આવતા હતા. તયારે આતંકવાદીઓ દ્વારા ગોળીબારમાં કરવામાં આવ્યો જેમા સાત લોકો, પાંચ મહિલાઓની હત્યા કરાઈ, અન્ય સાત ઘાયલ થયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -