અમરનાથ આતંકી હુમલામાં માર્યા ગયેલ ગુજરાતીઓને હવાઇ માર્ગે ગુજરાત લવાશે, જુઓ મૃતક અને ઘાયલ ગુજરાતીઓની સંપૂર્ણ યાદી
જેમાં 7 વ્યક્તિના મૃત્યુ થયાનું કાશ્મીરના વહીવટી તંત્રએ જણાવ્યું છે. જે યાત્રિકોના મૃત્યુ થયા છે તેમના મૃતદેહ હવાઇ માર્ગે શકય તેટલી ઝડપથી ગુજરાત લાવવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે સાથે જે ઘાયલ છે તેમને શ્રીનગરમાં ઉત્તમ સારવાર મળે તે માટે પણ વાત કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્ય સચિવ જે.એન. સિંઘ દ્વારા કાશ્મીરના સ્થાનિક તંત્ર સાથે સંપર્ક કરીને યાત્રાળુઓ પર હુમલાની સ્થિતિ અને અન્ય માહિતી મેળવીને તાત્કાલીક તેમને મદદ માટે સંકલન શરૂ કર્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આતકી હુમલાને સખત શબ્દોમાં વખોડ્યો છે અને કહ્યું છે કે ઘાયલોની ઉત્તમ સારવાર માટે ગુજરાત સરકાર લશ્કર અને કાશ્મીર સરકાર સાથે સતત સંપર્કમાં છે. જે યાત્રાળુઓના મૃત્યુ થયા છે તેમના પાર્થિવ દેહને વતન સુધી પહોંચાડવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
નવી દિલ્હીઃ કાશ્મીરમાં આતંકવાદીઓએ અમરનાથ યાત્રિઓ પર હુમલો કર્યો છે. હુમલામાં સાત લોકોના મોત થયા છે અને 19 લોકોનો ઘાયલ થયા છે. આતંકવાદીઓએ યાત્રિઓ પર જ હુમલો નથી કર્યો પરંતુ પોલીસને પણ નિશાન બનાવી છે. આતંકવાદીઓએ આ હુમલો રાત્રે 8-20 કલાકે કર્યો. આતંકવાદી મોટરસાઈકલ પર સવાર હતા. અનંતનાગથી આગળ બંટગૂ પર શ્રીનગર-જમ્મૂ હાઈવે પર આતંકવાદીઓએ પોલીસ પર ઘાત લગાવીને આડેધડ ગોળીબાર કર્યો. બે પ્રવાસીઓનું ઘટનાસ્થલે જ મોત થયું જ્યારે 5 લોકોનું હોસ્પિટલ લઈ જતા સમયે મોત થયાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -