પાકિસ્તાનમાંથી આવેલા આતંકીઓ જ ભારતમાં કરે છે હુમલો, અમેરિકાએ રિપોર્ટમાં કર્યો ખુલાસો
ટ્રમ્પ સરકારે બુધવારે એક રિપોર્ટ રજૂ કર્યો, જેમાં મહત્વપૂર્ણ આતંક વિરોધી પગલાઓ માટે ભારતની પ્રસંશા કરી અને કહ્યુ કે પાકિસ્તાની આતંકી સમુહે ભારતમાં પોતાના હુમલાઓ ચાલુ રાખ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ, ભારત સતત હુમલાઓ ઝીલતુ રહ્યુ, પાકિસ્તાની આતંકી સંગઠનો તરફથી અને આદિવાસીઓ તથા માઓવાદી સંગઠન તરફથી પણ. ભારતીય અધિકારીઓએ પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર સીમા પારથી થતા હુમલા માટે જવાબદાર ઠેરવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઇ કે પછી પઠાણકોટ જેવા હુમલાને પણ પાકિસ્તાની આતંકવાદીઓએ જ અંજામ આપ્યો હતો.
અમેરિકન વિદેશ વિભાગે પોતાના એક વાર્ષિક રિપોર્ટ ‘કન્ટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝ્મ’માં કહ્યું કે, ભારતીય નેતૃત્વએ ઘરેલુ સ્તરે આતંકી હુમલાઓને રોકવા અને અમેરિકા તથા સમાન વિચારધારા વાળા દેશોની સાથે મળીને આતંકના ષડયંત્રકારીઓને ન્યાયના કઠેરામાં લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
વૉશિંગટનઃ ભારત સતત એ વાત કહેતું આવ્યુ છે કે પાકિસ્તાન પોતાની જમીન પરથી ભારત વિરુદ્ધ આતંકની નીતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. આના અનેક સબુત પણ રજૂ કરવામાં આવી ચૂક્યા છે. હવે આ વિશે નવો વળાંક આવ્યો છે. ખુદ અમેરિકાએ પણ માન્યુ છે કે ભારતમાં પાકિસ્તાની આતંકીઓ જ હુમલાઓ કરી રહ્યાં છે.